Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહારાષ્ટ્ર - રસ્તા વચ્ચે મહિલા પર રખડતા કૂતરાઓનો હુમલો, બચકા ભરતા રહ્યા....ખેચતા રહ્યા... વીડિયો જોઈને કાંપી જશો

stray dogs
, શનિવાર, 7 ડિસેમ્બર 2024 (15:39 IST)
stray dogs
મહારાષ્ટ્રના કલ્યાણ પાસે ટિટવાલાના રિજન્સી કોમ્પ્લેક્સમાં એક દિલ કંપાવનારી ઘટના બની છે, જ્યાં એક મહિલા પર ચારથી પાંચ રખડતા કૂતરાઓએ હુમલો કર્યો હતો. કૂતરાઓના ટોળાએ મહિલાને ખેંચીને ઇજા પહોંચાડી, કૂતરાઓ મહિલાને ખંજવાળતા અને ખેંચતા રહ્યા અને મહિલા ચીસો પાડતી રહી. કૂતરાના આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ છે. સંબંધિત અધિકારીઓ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
 
મળતી માહિતી મુજબ શુક્રવારની મોડી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસની આ ઘટના સામે અવી છે. ટિટવાલાના રીજેંસી કોમ્પલેક્ષના કૈપમાં એક 68 વર્ષીય મહિલા પર કૂતરાઓના ઝુંડે અચાનક હુમલો કર્યો. એટલુ જ નહી કૂતરુ મહિલાને ખેંચી ખેંચીને 50 મીટર દૂર સુધી લઈ ગયા. ત્યારબાદ કેટલાક લોકો દોડીને આવ્યા. જેમને જોઈને કૂતરાએ મહિલાને છોડી દીધી અને ભાગી ગયા.  આ હુમલામાં મહિલા ગંભીર રૂપથી ઘાયલ થઈ ગઈ છે.  

 
મહિલાની હાલત અત્યંત ગંભીર
ગોવેલી સરકારી હોસ્પિટલના ડો. દીપલક્ષ્મી કાંબલેએ જણાવ્યું કે ઘાયલ મહિલાને રાત્રે 3 વાગ્યાની આસપાસ ગોવેલી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મહિલા ગંભીર રીતે ઘાયલ છે. તેના માથા, પગ અને હાથ પર ઉંડા ઘા હોવાને કારણે તે કંઈ પણ બોલી શકે તેવી સ્થિતિમાં નથી. મહિલાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તે પછી તરત જ મહિલાને ઉલ્હાસનગરની સેન્ટ્રલ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી, પરંતુ મહિલાની ગંભીર હાલતને જોતા ડોક્ટરોએ તેને કાલવા હોસ્પિટલમાં મોકલી હતી જ્યાંથી તેને હવે મુંબઈની જેજે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.
 
લોકોએ બતાવી ચિંતા 
લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં રખડતા કૂતરાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, જેના કારણે બાળકો, વૃદ્ધો અને રાહદારીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક રહીશોએ વહીવટીતંત્રને રખડતા કૂતરાઓને કાબૂમાં લેવા અને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવા માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નરોડાના હંસપુરામાં માતાએ પુત્રને ત્રીજા માળેથી ફેંકીને પોતે પણ કુદીને કરી આત્મહત્યા, માનસિક બીમારી બન્યુ મોતનુ કારણ