ઉત્તર ભારતના જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સેનાના કૈંપ પર ગુરૂવારે વહેલી સવારે થયેલ હુમલા પછી થયેલ કાર્યવાહીમાં ત્રણ ચરમપંથીઓના મોત થઈ ગયા છે. સમાચાર એજંસી પીટીઆઈએ સેનાના એક અધિકારીના હવાલાથી કહ્યુ છે, "સવારે લગભગ પાંચ વાગ્યે કુપવાડા જીલ્લાના લાંગેટમાં રહેલ સેનાના કૈંપ પર ફાયરિંગ થઈ જેનો સેનાના સતર્ક સૈનિકોએ જવાબ આપ્યો." આ વખતે ત્રાસવાદીઓના નિશાના ઉપર હંદવાડામાં ૩૦ રાષ્ટ્રીય રાઇફલ કેમ્પ આવ્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે લશ્કર અને ત્રાસવાદીઓ વચ્ચે ચાલેલી અથડામણમાં બે ત્રાસવાદીઓના મોત થયા છે. બંને તરફથી હજુ ગોળીબાર ચાલુ છે.
ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ કરેલ સર્જીકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન તરફથી સતત કાંકરીચાળા ચાલુ છે. કાશ્મીર ખીણમાં સલામતી દળોને નિશાના ઉપર લેવામાં આવી રહ્યા છે. હંંદવાડાનો આ કેમ્પ બારામુલા રાષ્ટ્રીય રાઇફલ્સ કેમ્પની નજીક છે. આજે સવારે 5 વાગ્યે ત્રાસવાદીઓએ આ કેમ્પ ઉપર ફાયરીંગ કર્યુ હતુ. સતર્ક જવાનોએ વળતુ ફાયરીંગ પણ કર્યુ હતુ. સલામતી દળો અત્યંત એલર્ટ હોવાથી ત્રાસવાદીઓના પ્રયાસો નિષ્ફળ ગયા હતા. હુમલા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયુ છે. ત્રાસવાદીઓ ભાગવા લાગ્યા હતા અને સફરજનના બાગમાં ફસાઇ ગયા હતા. આ હુમલા બાદ કેમ્પમાં વધુ દળો તૈનાત કરાયા છે. સેનાએ આસપાસનો વિસ્તાર ઘેરી લીધો છે. ત્રાસવાદીઓ સંખ્યા જાણી શકાઈ નથી.
આ ત્રાસવાદી હુમલામાં ભારતીય પક્ષને કોઇ નુકસાન થયુ નથી. સોમવારે સવારે બારામૂલામાં સેનાના એક કૈંપ પર હુમલો થયો હતો. તેમા એક જવાનનું મોત થઈ ગયુ હતુ અને એક ઘાયલ થઈ ગયો હતો. ઉડી હુમલા પછી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ બનેલ છે.