પંજાબના નાભા જેલમાથી ફરાર આતંકી હરમિન્દર સિંહ મિન્ટૂની 24 ચોવીસ કલાકમા દિલ્હીથી ધરપકડ થઈ છે, પંજાબ અને દિલ્હી પોલીસે જોઈન્ટ ઓપરેશન કરીને મિન્ટુની ધરપકડ કરી છે. રવિવારે સવારે પટિયાલા સ્થિત નાભા જેલમાંથી 10 હથિયારધારી બદમાશોએ જેલમાં ઘૂસીને 100 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ખાલિસ્તાન લિબરેશન ફોર્સના ચીફ સહિત 6 કેદીઓને પોતાની સાથે ભગાડ્યા હતાં.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રવિવારે પંજાબના નાભા ખાતેની ઉચ્ચ સુરક્ષા ધરાવતી જેલ પર પોલીસની વર્દીમાં આવેલા વીસ જેટલા સશસ્ત્ર અપરાધીઓે હુમલો કરી ખાલિસ્તાન લિબરેશન ફોર્સના આતંકી સરગણા હરમિન્દર મિન્ટુ અને પાંચ કુખ્યાત ગુનેગારોને ભગાડી જવામાં સફળ થયા હતા.