Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગોરખનાથ મંદિર પર હુમલો - યૂપી સરકારે ATSને સોંપી તપાસ, ટેરર લિંક સાથે જોડાઈ

gorakhnath temple
, સોમવાર, 4 એપ્રિલ 2022 (18:23 IST)
ગોરખનાથ મંદિરમાં રવિવારે સાંજે પીએસી જવાનો પર હુમલા પાછળ આતંકી ષડયંત્ર પણ હોઈ શકે છે.  યૂપી પોલીસનુ કહેવુ છે કે ઘટનાના ટેરર લિંક સાથે જોડાવવાથી વાતને નકારી શકાય નહી.  આ દરમિયા યૂપી સરકારે ઘટનાની તપાસને એટીએસનો હવાલો આપ્યો છે. બીજી બાજુ સીએમ યોગી આદિત્યનાથ પણ આજે સાંજે ગોરખપુર પહોંચી રહ્યા છે. 

 
મંદિરમાં મુખ્ય પશ્ચિમ ગેટથી લઈને પરિસરની અંદર સુધી 15 મિનિટ સુધી આ શંકાસ્પદ વ્યક્તિએ હોબાળો કર્યો હતો. મંદિર સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓ તેના ડરથી ભાગી ગયા હતા. જોકે અંતે અનુરાગ નામના એક પોલીસકર્મીની સમજણને કારણે તે પકડાઈ ગયો હતો.
 
એડીજી લૉ એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે આરોપી અહમદ મુર્તજા પાસેથી જે વસ્તુઓ મળી છે એ જોતાં લાગે છે કે બહુ મોટા પાયે કાવતરું ઘડવામાં આવ્યું હતું. જે દસ્તાવેજો મળ્યા છે એ ઘણા વિવાદાસ્પદ છે. એ વાતથી ઈનકાર ના કરી શકાય કે આ આતંકી ઘટના નહોતી. એટીએસ અને એસટીએફને તપાસ સોંપવામાં આવી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફોઈના દિકરાએ જ સગીરાને હવસનો શિકાર બનાવી