Gita Press Gorakhpur Record: ગીતા પ્રેસ ગોરખપુર ભારતના દરેક ઘરમાં પરિચિત નામ છે. ગીતા પ્રેસ ધાર્મિક પુસ્તકો અને પત્રિકાઓ વગેરેના માધ્યમથી દૂર દૂરના ગામો સુધી પહોંચ ધરાવે છે.
ગીતા પ્રેસ ગોરખપુર હાલ ગાંધી શાંતિ પુરસ્કાર મળવાને કારણે ચર્ચામાં છે. સરકારે સમાજની સેવા કરવા માટે ગીતા પ્રેસને 2021 નો ગાંધી શાંતિ પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો છે.
ગીતા પ્રેસ ભારતના સૌથી જૂના પ્રકાશનોમાંથી એક છે. તેની સ્થાપના સમાજસેવી ધનશ્યામ દાસ ગોયનકા અને સાહિત્યકાર હનુમાન દાસે પોદ્દારે મળીને 1923માં કરી હતી. આ રીતે ગીતા પ્રેસના 100 વર્ષ પુરા થઈ ચુક્યા છે.
આ પ્રકાશનની વિશેષતા ધાર્મિક પુસ્તકો ખૂબ જ ઓછા ભાવ પર ઉપલબ્ધ કરાવવાનો છે. જેનાથી પુસ્તકો દેશમાં દરેક ઘર સુધી પહોચી શકે. હાલ આનુ વેચાણનુ કેન્દ્ર ભારત અને નેપાળના અનેક સ્થાનો પર છે.
આ એક બિન નફાકારી પ્રકાશન છે. આ જ કારણ છે કે ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર સાથે મળનારા 1 કરોડ રૂપિયાને પણ લેવાની વાત નકારી છે. પ્રેસનુ કહેવુ છે કે દાન ન લેવુ તેની નીતિનો એક ભાગ છે.
આ જ કારણ છે કે જો વેચાણના આંકડા જોવા જઈએ તો કદાચ જ કોઈ પ્રકાશન ગીતા પ્રેસની આસપાસ પહોંચી શકશે. પોતાના 100 વર્ષના ઈતિહાસમાં ગીતા પ્રેસે 41.7 કરોડ પુસ્તકોનુ પ્રકાશન કર્યુ છે.
ગીત પ્રેસ પાસે 3000થી વધુ ધાર્મિક અને સામાજીક મહત્વના પુસ્તકોનો વિશાળ સંગ્રહ છે. જેનુ પ્રકાશન 14 વિવિધ ભાષાઓમાં કરવામાં આવે છે.
ગીતા પ્રેસને લોકપ્રિય બનાવવામાં ભગવદ ગીતા, રામચરિત માનસ અને હનુમાન ચાલીસાનુ સૌથી મહત્વપૂર્ણ યોગદાન છે.
આ પ્રકાશને અત્યાર સુધી ભગવદ ગીતાની 16.21 કરોડ કૉપીનુ વેચાણ કર્યુ છે.
ત્યારબાદ 11.73 કરોડ કોપીના આંકડા સાથે ગોસ્વામી તુલસીદાર રચિત રામચરિત માનસ અને હનુમાન ચાલીસાનુ સ્થાન છે.
ટાઈમ્સ ઓફ ઈંડિયાની એક રિપોર્ટ મુજબ ગીતા પ્રેસનુ વાર્ષિક વેચાણ 2016માં 39 કરોડ રૂપિયાનુ રહ્યુ, જે 2021માં 78 કરોડ રૂપિયા પર પહોચી ગયુ. 2023 માં ગીતા પ્રેસનુ વેચાણ 100 કરોડ રૂપિયાથી વધુ રહેવાનુ અનુમાન છે.