Publish Date: Tue, 07 Jan 2025 (10:51 IST)
Updated Date: Tue, 07 Jan 2025 (10:55 IST)
Generation BETA- 1 જાન્યુઆરી 2025થી જનરેશન બેટાનો યુગ શરૂ થયો છે અને આ પેઢીના પ્રથમ બાળકનો જન્મ મિઝોરમની રાજધાની આઈઝોલમાં થયો હતો. ફ્રેન્કી નામના નવજાત શિશુનો જન્મ મધ્યરાત્રિના ત્રણ મિનિટ પછી 12:03 વાગ્યે થયો હતો.
આ પેઢી ટેક્નોલોજીના યુગમાં જન્મેલી નવી પેઢીને વ્યાખ્યાયિત કરે છે, જેમાં આધુનિક ડિજિટલ સુવિધાઓ અને તકનીકી પ્રગતિ જીવનનો અભિન્ન ભાગ હશે.
જનરેશન બીટાને એવી પેઢી તરીકે ઓળખવામાં આવી છે જે સંપૂર્ણ રીતે ટેક્નોલોજી અને ડિજિટલ સગવડોની આસપાસ વિકસશે. આ બાળકોનો ઉછેર એવી દુનિયામાં થશે જ્યાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ, વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને ઓગમેન્ટેડ રિયાલિટી (AR) જેવી આધુનિક તકનીકો તેમના શિક્ષણ અને જીવનશૈલીનો અભિન્ન ભાગ હશે.