Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એંજિનિયર્સ ડે આજે, ગૂગલે DOODLE બનાવીને ભારત રત્ન વિશ્વેશ્વરૈયાને કર્યા યાદ

એંજિનિયર્સ ડે આજે, ગૂગલે  DOODLE બનાવીને ભારત રત્ન વિશ્વેશ્વરૈયાને કર્યા યાદ
, શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (11:12 IST)
ભારત રત્ન મોક્ષગૂંડમ વિશ્વેશ્વરૈયાની જયંતી 15 સપ્ટેમ્બરના રોજ આખા દેશમાં એંજિનિયર્સ ડે મતલબ અભિયંતા દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. શનિવારે ગૂગલે ભારતીય વિકાસના જનક મોક્ષગૂંડમ વિશ્વેશ્વરૈયાની 157મી જયંતી પર ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા છે. 
 
વિશ્વેશ્વરૈયાનો જન્મ 15 સપ્ટેમ્બર 1861ના રોજ મૈસૂર (કર્ણાટક)ના કોલાર જીલ્લાના ચિક્કાબલ્લાપૂર તાલુકામાં થયો હતો. વિશ્વેશ્વરૈયા ભારતના જાણીતા સફળ એંજિનિયર વિદ્વાન હતા. 1955માં તેમને ભારત રત્ન સન્માન આપવામાં આવ્યુ. દક્ષિણ ભારતના મૈસૂર, કર્ણાટકને એક વિકસિત અને સમુદ્ધશાળી ક્ષેત્ર બનાવવામાં એમવીનુ અભૂતપૂર્વ યોગદાન છે. 
 
તેમના પિતાનુ નામ શ્રીનિવાસ શાસ્ત્રી અને માતાનુ નામ વેંકાચમ્મા હતુ. પિતા સંસ્કૃતના વિદ્વાન હતા. વિશ્વેશ્વરૈયા ઈમાનદારી, ત્યાગ, મહેનત વગેરે જેવા ગુણોથી ભરપૂર હતા. તેમનુ કહેવુ હતુ કાર્ય જે પણ હોય પણ તે આ ઢંગથી કરવામાં આવ્યા હોય કે તે બીજા કાર્યથી શ્રેષ્ઠ હોય.  એટલુ જ નહી તેઓ મૈસૂરના 19મા દિવાન (1912-1918) પણ રહ્યા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કુલગામમાં 3 આતંકી માર્યા ગયા, હાલ વધુ પાંચ ઘેરાયા હોવાની આશંકા,ગોળીબારી ચાલુ