Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મિડ-ડે મીલ પર કેન્દ્રનો મહત્વનો નિર્ણય, 11.8 કરોડ બાળકોને મળશે નાણાકીય મદદ

મિડ-ડે મીલ પર કેન્દ્રનો મહત્વનો નિર્ણય, 11.8 કરોડ બાળકોને મળશે નાણાકીય મદદ
નવી દિલ્હી. , શુક્રવાર, 28 મે 2021 (19:45 IST)
કોરોના મહામારીને કારણે મોટાભાગના રાજયોમાં ફરીથી લોકડાઉન લાગેલુ છે. જેને કારણે જનતાની હાલત ખરાબ છે. આ સમયે સૌથી વધુ ખરાબ સ્થિતિ તો ગરીબ વર્ગ અને બાળકોની છે. જેને જોતા ભારત સરકારે શુક્રવારે મોટો નિર્ણય લીધો, જેમા મિડ ડે મીલ યોજના હેઠળ બધા પાત્ર બાળકોને પ્રત્યક્ષ લાભ હસ્તાંતરબ દ્વારા નાણાકીય મદદ આપવામાં આવશે.  આ યોજનાને કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે મંજુરી આપી દીધી છે.  સરકારને આશા છે કે તેનાથી 11.8 કરોડ બાળકોને સીધો લાભ મળશે. 
 
કેન્દ્ર સરકારના મુજબ આ યોજના મધ્યાહ્ન ભોજનને વેગ આપશે. આ સાથે, કેન્દ્ર સરકારનું લક્ષ્ય રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આશરે 1200 કરોડ રૂપિયાની વધારાની રકમ પ્રદાન કરવાનું છે. કેન્દ્ર સરકારના આ એક સમયના વિશેષ કલ્યાણ પગલાથી દેશભરની સરકારી અને સરકારી સહાયિત શાળાઓમાં 11.20 લાખ સરકારી શાળાઓમાં એક થી આઠમાં ભણતા આશરે 11.8 કરોડ બાળકોને લાભ થશે
 
બીજી બાજુ ભારત સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમ-જેકેએવાઈ) ના હેઠળ લગભગ 80 કરોડ લાભાર્થીઓને મફત ખાદ્યાન્ન (દર મહિને 5 કિલો પ્રતિ વ્યક્તિ) ની જાહેરાત કરી હતી. આવામાં શુક્રવારે થયેલ જાહેરાત તેનાથી અલગ છે.  શિક્ષા મંત્રાલયના નિવેદન મુજબ ભારત સરકાર વિદ્યાર્થીઓને લઈને ચિંતિત છે. જેને કારણે તરત આ દિશામાં મોટુ પગલુ ઉઠાવાયુ. આ નિર્ણય બાળકોના પોષણ સ્તરને સુરક્ષિત રાખવા અને પડકારપૂર્ણ મહામારીના સમયમાં તેમની રક્ષા કરવામાં મદદ મળશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

UP News: અલીગઢમાં ઝેરીલી દારૂ પીવાથી અત્યાર સુધી 11 ના મોત, સીએમ યોગીએ કડક પગલા લેવાનો આપ્યો આદેશ