Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હી કેબિનેટે કેન્દ્રના પ્રસ્તાવ મુજબ ધારાસભ્યોને વેતન વૃદ્ધિની આપી મંજુરી, દિલ્હી ધારાસભ્યોને મળશે 30 હજાર સેલેરી

દિલ્હી કેબિનેટે કેન્દ્રના પ્રસ્તાવ મુજબ ધારાસભ્યોને વેતન વૃદ્ધિની આપી મંજુરી, દિલ્હી ધારાસભ્યોને મળશે 30 હજાર સેલેરી
, મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (22:52 IST)
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હી કેબિનેટે આજે કેન્દ્રના પ્રસ્તાવના અનુરૂપ ધારાસભ્યના વેતન વૃદ્ધિને મંજુરી આપી દીધી. હવે દિલ્હીના ધારાસભ્યોને 30 હજાર વેતન મળશે. કેબિનેટના ધારાસભ્યો માટે કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત વેતનને મંજુરી આપી દીધી છે. ત્યારબાદ પણ દિલ્હીના ધારાસભ્ય આખા ભારતમાં સૌથી ઓછુ વેતન મેળવનારા ધારાસભ્યોમાંથી એક હશે. દિલ્હીના ધારાસભ્યોનો પગાર છેલ્લા 10 વર્ષથી વઘ્યો નથી. દિલ્હી સરકારે કેન્દ્રીય ગ્ર્હ મંત્રાલયને અનુરોધ કર્યો હતો કે ધારાસભ્યોના વેતન અને ભથ્થા અન્ય રાજ્યોના ધારાસભ્યોના બરાબર કરવામાં આવે. દેશના અનેક રાજ્ય પઓતાના ધારાસભ્યોને કો હાઉસ રેંટ, ઓફિસ રેંટ, સ્ટાફ અને વાહન એલાઉંસ જેવી અન્ય સુવિદ્યાઓ અને ભથ્થા આપે છે, પણ દિલ્હીના ધારાસભ્ય આ સુવિદ્યાઓથી વંચિત છે. 
 
દિલ્હી કેબિનેટ દ્વારા વેતન વૃદ્ધિના પ્રસ્તાવને મંજુરી મળ્યાબાદ દિલ્હીના ધારાસભ્યોને હવે 30 હજાર રૂપિયા પગાર મળશે. ત્યારબાદ પણ દિલ્હીના ધારાસભ્ય દેશના અન્ય રાજ્યોના ધારાસભ્યોની તુલનામાં સૌથી ઓછુ વેતન મેળવનારાઓમાંથી એક હશે. ઉદાહરણ સ્વરૂપ, ઉત્તરાખંડ 1.98 લાખ, હિમાચલ પ્રદેશ 1.90 લાખ, હરિયાણા 1.55 લાખ, બિહાર 1.30 લાખ રૂપિયા પ્રતિમાહ વેતન અને ભથ્થા ધારાસભ્યોને આપવામાં આવે છે. આ ઉપરાંત પણ અનેક બીજા રાજ્ય પોતાના ધારાસભ્યોને ખૂબ વધુ પગાર અને ભથ્થાની ચુકવણી કરે છે. જેવુ કે રાજસ્થાનમાં 1.42 લાખ રૂપિયા અને તેલંગાનામાં ધારાસભ્યોને સૌથી વધુ 2.5 લાખ રૂપિયા પ્રતિ મહિનાની ચુકવણી થાય છે. 
 
દિલ્હીના ધારાસભ્યોના પગાર અને ભથ્થામાં અગાઉ 2011માં વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા 10 વર્ષમાં કોઈ વૃદ્ધિ થઈ નથી. ભલે દિલ્હીમાં રહેવાના રોકાણમાં ઘણો વધારો થયો છે.  દિલ્હી સરકારે અન્ય રાજ્યોના બરાબર ધારાસભ્યો માટે 54,000 રૂપિયાના પગારનો પ્રસ્તાવ આપ્યો હતો. જો કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આવું કરવાની મંજુરી ન આપી અને પગાર 30,000  રૂપિયા સુધી સીમિત કરી દીધો. આ રીતે હવે દિલ્હીના ધારાસભ્યોના પગાર અને ભથ્થાને 90 હજાર રૂપિયા સુધી મર્યાદિત કરી દીધા છે. 
 
દિલ્હી હજુ પણ એવા રાજ્યોની યાદીમાં સામેલ છે, જે પોતાના ધારાસભ્યોને સૌથી ઓછોમાં ઓછો  પગાર અને ભથ્થાં આપે છે. બીજી બાજુ અનેક રાજ્ય પોતાના ધારાસભ્યોને ખૂબ વધુ પગાર આપે છે, જ્યારે દિલ્હીમાં રહેવાનો ખર્ચ દેશના મોટાભાગના ભાગની તુલનામાં વધુ છે. 
 
અનેક રાજ્ય પોતાના ધારાસભ્યોને બીજી ઘણી સુવિધાઓ અને ભથ્થાઓ આપે છે, પરંતુ દિલ્હીના ધારાસભ્યો એ સુવિધાઓ અને ભથ્થાઓથી વંચિત છે. જેમ હાઉસ રેંટ, ઓફિસ રેંટ, કર્મચારીઓનો ખર્ચ, કાર્યાલયના ઉપકરણ ખરીદવા માટે ભથ્થા ઉપયોગ માટે વાહન ચાલક ભત્થા વગેરે. 
 
દિલ્હીના ધારાસભ્યોના પગાર અને ભથ્થામાં વધારો કરવાની દરખાસ્ત છેલ્લા 5 વર્ષથી ગૃહ મંત્રાલય પાસે પેંડિગ હતી. ઘણી ચર્ચાઓ પછી, ગૃહ મંત્રાલયે આ વધારાને દર મહિને 90 હજાર રૂપિયા સુધી મર્યાદિત કરવાનો નિર્ણય કર્યો. દિલ્હી કેબિનેટે આજે દિલ્હી સરકારના મંત્રીઓના પગાર અને ભથ્થાની જાહેરાત કરી છે. ખરડો 2021 અને દિલ્હી વિધાનસભાના ધારાસભ્ય/અધ્યક્ષ-ઉપાધ્યક્ષ/મુખ્ય દંડક/વિપક્ષના નેતા બિલ 2021 ને મંજૂરી આપી. કેબિનેટની મંજૂરી બાદ પ્રસ્તાવ અને ડ્રાફ્ટ બિલ દિલ્હી વિધાનસભામાં મૂકવામાં આવે તે પહેલા ગૃહ મંત્રાલયની મંજૂરી માટે મોકલવામાં આવશે.
 
હવે ધારાસભ્યોને મળશે આ પગાર અને ભથ્થું
 
સૂચિત વિગતો (2021)
પગાર 30,000
મતદાર ભથ્થું 25,000
સચિવાલય ભથ્થું 15,000
ટેલિફોન ભથ્થું 10,000
પરિવહન ભથ્થું 10,000
કુલ 90,000

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગીતકાર હની સિંહની પત્નીએ ઘરેલૂ હિંસાનો કેસ નોંધાયા, 10 કરોડ રૂપિયાનો માંગ્યો વળતર