ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસ બીજા શબ્દોમાં કહીએ તો ચાંદીપુરા વાયરસના કુલ -71 કેસો નોંધાયા છે..
ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારના એક જ દિવસમાં ચાંદીપુરાના વધુ 13 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જ્યારે સાત બાળકના મોત થયા હતા. સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં ચાંદીપુરાના માત્ર 9 કેસ કન્ફર્મ થયા છે. હાલની સ્થિતિએ ચાંદીપુરાના 62 શંકાસ્પદ કેસ છે અને કુલ મૃત્યુ 27ના થયા છે.
જેમાં પંચમહાલમાં સૌથી વધુ ચાર, અમદાવાદ શહેર, અરવલ્લી, મોરબીમાં ત્રણ-ત્રણ, સાબરકાંઠા, રાજકોટ અને દાહોદમાંથી બે-બે, જ્યારે મહિસાગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર ગ્રામ્ય, ગાંધીનગર શહેર, વડોદરા ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકામાથી એક-એક બાળકના મૃત્યુ થયા છે. 17 જુલાઈના ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક 14 હતો અને હવે તે વધીને 27 થયો છે. આમ ચાર દિવસમાં મૃત્યુઆંકમાં બમણો વધારો થયો છે.
ચાંદીપુરા વાયરસનો પ્રકોપ વધ્યો, કુલ 71 કેસો, 27 દર્દીઓના મોત
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસ બીજા શબ્દોમાં કહીએ તો ચાંદીપુરા વાયરસના કુલ -૭૧ કેસો નોંધાયા છે.. જે પૈકી સાબરકાંઠા-૦૮, અરવલ્લી- ૦૪, મહીસાગર-૦૨, ખેડા-૦૫, મહેસાણા-૦૪, રાજકોટ-૦૨, સુરેન્દ્રનગર-૦૨, અમદાવાદ કોર્પોરેશન-૦૪, ગાંધીનગર-૦૫, પંચમહાલ-૧૧, જામનગર-૦૫, મોરબી-૦૪, ગાંધીનગર કોર્પોરેશન-૦૨, છોટાઉદેપુર- ૦૨, દાહોદ-૦૨, વડોદરા-૦૧, નર્મદા-૦૧, બનાસકાંઠા-૦૨, વડોદરા કોર્પોરેશન-૦૧, ભાવનગર-૦૧ દેવભૂમિ દ્વારકા-૦૧ રાજકોટ કોર્પોરેશન-૦૧ તેમજ કચ્છ-૦૧ શંકાસ્પદ કેસો મળેલ છે,
કુલ -૦૯ કેસ પોઝીટીવ કેસ
હવે આ કુલ 71 શંકાસ્પદ કેસોમાંથી પોઝિટિવ કેસો પર નજર કરીએ તો સાબરકાંઠા-૦૧, અરવલ્લી-૦૨, મહેસાણા-૦૨, ગાંધીનગર-૦૧, પંચમહાલ-૦૧, મોરબી-૦૧, વડોદરા-૦૧ એમ કુલ -૦૯ કેસ પોઝીટીવ મળેલ છે.
27 દર્દીઓના મૃત્યુ
ગુજરાત રાજ્યના ઉપરોક્ત-૭૧ કેસો પૈકી સાબરકાંઠા-૦૨, અરવલ્લી-૦૩, મહીસાગર-૦૧, મહેસાણા- ૦૨, રાજકોટ-૦૨, સુરેન્દ્રનગર-૦૧, અમદાવાદ કોર્પોરેશન-૦૩, ગાંધીનગર-૦૧, પંચમહાલ-૦૪, મોરબી- ૦૩, ગાંધીનગર કોર્પોરેશન-૦૧, દાહોદ-૦૨, વડોદરા-૦૧, દેવભૂમિ દ્વારકા-૦૧ એમ કુલ-૨૭ દર્દીઓ મૃત્યુ પામેલ છે.