Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્રિક્સ : વધશે પાકિસ્તાનની મુશ્કેલીઓ...આતંકવાદના મુદ્દા પર ભારત-રૂસ એક સાથે

બ્રિક્સ : વધશે પાકિસ્તાનની મુશ્કેલીઓ...આતંકવાદના મુદ્દા પર ભારત-રૂસ એક સાથે
પણજી. , શનિવાર, 15 ઑક્ટોબર 2016 (11:56 IST)
ગોવામાં રવિવારે બ્રિક્સના વાર્ષિક શિખર સંમેલનની મેજબાની દરમિયાન ભારત આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને જુદા જુદા કરવાની કવાયદ ચાલુ રાખશે. સાથે જ પડોશી દેશના વિરુદ્ધ પોતાના કૂટનીતિક હુમલા તેજ કરશે. આ ઉપરાંત આતંકવાદ સાથે નિપટારો કરવા માટે એક સમગ્ર વૈશ્વિક પ્રતિજ્ઞા માટે સમર્થન એકત્ર સહિત સહયોગ વધવાના પણ પ્રયાસ કરશે. 
 
આ દરમિયાન સૂત્રો દ્વારા જાણ થઈ છે કે ભારત તરફથી આતંકવાદનો મુદ્દો પ્રમુખતાથી ઉઠાવવામાં આવશે. બ્રિક્સના ભેગા નિવેદનમાં પણ આનો ઉલ્લેખ થશે.  આતંકવાદ સાથે વેપાર, અર્થવ્યવસ્થા અને ઉર્જાના મુદ્દા પર વાત બનશે. ઉલ્લેખનીય છે કે એનએસએ સ્તરની વાતચીત અને એંટી ટેરરિજ્મ મૈકેનિજ્મ પર પહેલાથી જ અહી કામ થઈ રહ્યુ છે. આ સંમેલનમાં સીમા પારથી આચરવામાં આવતા ત્રાસવાદ મામલે પાકિસ્તાનને કડક સંદેશ અપાશે અને ચીનને દબાણમાં લાવવા માટે ભારતે કુટનીતિક તૈયારી કરી લીધી છે. ભારત ચીનને બાદ કરતા બ્રીકસના સભ્ય દેશોને આતંકવાદના સવાલ પર પોતાના પક્ષમાં લાવવા પ્રયાસ કરશે. આ સંમેલનમાં પીએમ મોદી પણ ભાગ લઇ રહ્યા છે.
 
 બ્રીકસ સંમેલન દરમિયાન ભારત આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને અલગ કરવાની કવાયત ચાલુ રાખતા તેની વિરૂધ્ધ પોતાનો કુટનીતિક પ્રહાર વેગવંતો કરશે. પાંચ દેશોના સમૂહ બ્રીકસના આ સંમેલનમાં રાષ્ટ્રપતિ પુટિન અને રાષ્ટ્રપતિ જીનપીંગ પણ ભાગ લઇ રહ્યા છે. આ સંમેલનમાં ત્રાસવાદના ખતરાને નિપટવવા અને વેપાર નિવેષ વધારવા જેવા મામલે ચર્ચા થશે. ભારત આતંકવાદને નિપટવવા માટે સર્વગ્રાહી પ્રયાસો કરશે અને યુનોમાં જારી ગતિરોધને સમાપ્ત કરવા બ્રીકસ વચ્ચે એકતા ઉપર ભાર મુકશે. બ્રીકસનું આઠમું સંમેલન છે. તેનો હેતુ આર્થિક અને રાજકીય મોરચે પશ્ચિમ દેશોના પ્રભાવને ઘટાડવાનો છે. આ સંમેલનમાં ત્રાસવાદ કેન્દ્ર સ્થાને રહેશે. આતંકવાદનું સમર્થન કરી ભારત માટે સતત પરેશાનીનું કેન્દ્ર બનતા પાકિસ્તાનને ઘેરવાનો વધુ એક પ્રયાસ થશે. પાકિસ્તાનના કરતુતો મોદી વિશ્વ નેતાઓ સમક્ષ રજુ કરશે.

આજે જીનપીંગ અને મોદી વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થવાની છે. ભારત આ વાટાઘાટો દરમિયાન પણ પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવશે. આ ઉપરાંત પુતિન સાથે પણ મોદી મુલાકાત કરશે. જે દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ કરાર પણ કરવામાં આવશે. છ દેશોના વડાઓ મોદી સાથેની વાટાઘાટો બાદ સીમાપારના આતંકવાદ પર આકરૂ વલણ અપનાવશે. ભારત અન્ય સભ્ય દેશો પાસે પણ ત્રાસવાદની ટીકા કરાવવા કાર્યરત છે. મોદી 11 દેશોના વડાઓ સાથે અલગ-અલગ વાટાઘાટો કરશે. ચીન સાથેની વાટાઘાટોમાં મૌલાના મસુદ અઝહરનો મામલો પણ ઉઠાવાશે. ભારતે તેને ત્રાસવાદી જાહેર કરવાની માંગણી કરી છે. સૌની નજર ચીન અને પુટિન સાથેની વાટાઘાટો ઉપર કેન્દ્રીત થઇ છે.    ગોવામાં શરૂ થયેલ સંમેલનને લઇને ચુસ્ત સુરક્ષા રાખવામાં આવી છે. બ્રીકસ શિખર સંમેલન તાજ એકસોટીકામાં યોજાયુ છે. ભોજનમાં વિશિષ્ટ ભારતીય વ્યંજનો પીરસાશે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરા એરપોર્ટને લિમ્કા રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું