Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંતિમ વિદાય પહેલા - એકટક જોતી રહી જનરલ રાવતની પુત્રીઓ, બ્રિગેડિયર લિદ્દડની પુત્રીએ પિતાને કર્યુ અંતિમ વંદન તો સૌની આખોમાં આવ્યુ પાણી

અંતિમ વિદાય પહેલા -  એકટક જોતી રહી જનરલ રાવતની પુત્રીઓ, બ્રિગેડિયર લિદ્દડની પુત્રીએ પિતાને કર્યુ અંતિમ વંદન તો સૌની આખોમાં આવ્યુ પાણી
, શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (10:50 IST)
સીડીએસ જનરલ બિપિન રાવત, બ્રિગેડિયર એલએસ લિદાદ અને જનરલ રાવતની પત્ની મધુલિકા સહિત 12 જવાનોના પાર્થિવ દેહ જ્યારે રાજધાનીના પાલમ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે દરેકની આંખમાં આંસુ હતા. જનરલ રાવતની બંને દીકરીઓ શબપેટીમાં રાખવામાં આવેલા પિતાના અવશેષો સામે જોતી રહી.
 
વાતાવરણ ત્યારે ખૂબ જ ગમગીન બની ગયુ જ્યારે આ દુર્ઘટનામાં શહીદ બ્રિગેડિયર એલએસ લિદ્દડની પુત્રી આશ્ના પિતાના તાબૂત પાસે પહોચી. તે થોડીવાર જોતી રહી અને પછી નમીને તાબૂતને વ્હાલ કર્યુ.  આશ્ના 12મા ધોરણની વિદ્યાર્થીની છે. આ જોઈને ત્યા હાજર દરેક વ્યક્તિનુ દિલ ભરાય ગયુ. આશ્નાના આંસુના ધીરજનો બાંધ તોડીને સતત વહેતો રહ્યો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં હાઈ રિસ્ક દેશોમાંથી આવેલા 10 મુસાફરોએ હોમ ક્વોરન્ટીનનો ભંગ કર્યો, તમામ સામે પોલીસ ફરિયાદ