Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2019ની ચૂંટણીને લઈને અસરુદ્દીન ઓવૈસીએ આપ્યુ મોટુ નિવેદન, એક શરત પર રાહુલ ગાંધી સાથે મહાગઠબંધનમાં જોડાવવા તૈયાર

2019ની ચૂંટણીને લઈને અસરુદ્દીન ઓવૈસીએ આપ્યુ મોટુ નિવેદન,  એક શરત પર રાહુલ ગાંધી સાથે મહાગઠબંધનમાં જોડાવવા તૈયાર
નાંદેડ , શુક્રવાર, 18 જાન્યુઆરી 2019 (10:30 IST)
.2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધનના સવાલ પર AIMIM પ્રમુખ અસરુદ્દીન ઓવૈસીએ રાહુલ ગાંધી સામે એક શરત મુકી છે. મહાગઠબંધનના સવાલ પર પહેલી વાર બોલતા ઓવૈસીએ કહ્યુ છે કે તેઓ રાહુલ ગાંધી સાથે સમજૂતી કરવા તૈયાર છે પણ આ માટે તેમની શરત છે. ઓવૈસીએ શરત મુકી છે કે જો રાહુલ ગાંધી મહારાષ્ટ્રના દલિત નેતા પ્રકાશ આંબેડકરને સન્માનજનક સીટો આપે તો તે મહાગઠબંધનમાં સામેલ થઈ શકે છે. 
 
ઓવૈસીએ રૈલીને સંબોધિત કરતા કહ્યુ, મને અહી કોઈ સીટ નહી જોઈએ પણ હુ ઈચ્છુ છુ કે મારા મોટા ભાઈ પ્રકાશ આંબેડકરને સન્માનજનક સીટો મળે. ઓવૈસી આટલેથી જ રોકાયા નહી. તેમણે રાહુલ ગાંધી તરફ ઈશારો કરતા કહ્યુ કે તમે કહ્યુ કે તમે પ્રકાશ આંબેડકર સાથે વાત કરશો પણ એમઆઈએમ સાથે નહી. તો સાંભળો રાહુલ ગાંધી સાંભળો અશોક ચૌહાણ.. હુ દ્રઢ વિશ્વાસ, જવાબદારી અને ગંભીરતાથી રાહુલ ગાંધી અને શરદ પવારને કહુ છુ કે જો તમને એમઆઈએમ સાથે સમસ્યા છે તો હુ તમને બતાવી દેવા માંગુ છુ કે તમે મારા મોટા ભાઈ પ્રકાશ આંબેડકર સાથે વાત કરો. તેમને એ સીટો આપો જેના તેઓ હકદાર છે.  હુ એક પણ સીટ નથી ઈચ્છતો. 
 
ઔવૈસીએ કહ્યુ, તમે (કોંગ્રેસ) પ્રકાશ આંબેડકરને જેટલી પણ સીટો આપશો. ઓવૈસી તમારો આભારી રહેશે. બોલો અશોક ચૌહાન.. શુ તમે તૈયાર છો ? તમે ખૂબ મોટી મોટી વાતો કરો છો આજે હુ તમને ઓફર આપી રહ્યો છુ. 
 
ઉલ્લેખનીય છે કે ગયા 2 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રમાં પ્રકાશ આંબેડકરની પાર્ટી બહુજન રિપબ્લિકન પાર્ટી - બહુજન મહાસંઘ (બીબીએમ) અને અસરુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઈંડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)એ પરસ્પર હાથ મિલાવ્યા હતા. ત્યારે એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે મહારાષ્ટ્રમાં દલિત અને મુસ્લિમ વોટોના વિખરાવને રોકવા માટે આ બંને નેતાઓએ સાથે આવવાનો નિર્ણય કર્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 17 ટકા દલિત વસ્તી છે અને 13 ટકા વસ્તી મુસલમાનોની છે. રાજ્યના ઔરંગાબાદ, બીડ, નાંદેડ અને ઉસ્માનાબાદ જીલ્લામાં મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી છે. આ ઉપરાંત પરભની, લાતૂર જાલના અને હિંગોલી જેવા જીલ્લામાં પણ મુસલમાન મતદાતા નિર્ણાયક ભૂમિકામાં છે. જ્યારે કે દલિત સમુહના ક્ષેત્રમાં ઔરંગાબાદ, બીડ, લાતૂર, ઉસ્માનાબાદ અને નાંદેડ આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું