Anant Radhika Wedding Guest- અનંત-રાધિકાના લગ્નમાં, હિન્દુસ્તાની સંગીતના ઉસ્તાદો વિશ્વને ભારતની સમૃદ્ધ સંગીત પરંપરાઓનો પરિચય કરાવશે. મહેમાનો સિતાર, શહનાઈ, સરોદ, રાજસ્થાની લોક સંગીત, હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને ગઝલનો પણ આનંદ માણશે. આ મેળાવડાને “ભજનથી લઈને બોલિવૂડ” સુધીના સંગીતથી શણગારવામાં આવશે. પ્રખ્યાત ભારતીય સંગીતકારો અને ગાયકો શંકર મહાદેવન, હરિહરન, સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ અને કૌશિકી ચક્રવર્તી, અમિત ત્રિવેદી, નીતિ મોહન અને પ્રિતમ પરફોર્મ કરશે. લોક ગાયક મામે ખાન અને ગઝલ કલાકાર કવિતા સેઠ પણ પોતાની ગાયકીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. અનિલ ભટ્ટ, સુમીત ભટ્ટ અને વિવેક ભટ્ટ સંગીતમાં પંજાબી બોલીઓનો સ્વાદ ઉમેરશે.
અંબાણી પરિવારને હિંદુ રીતિ-રિવાજો અને સનાતન ધર્મમાં ખૂબ શ્રદ્ધા છે. આ કારણથી કાશીની થીમ પસંદ કરવામાં આવી છે. લગ્ન સમારોહમાં પૃથ્વીના રક્ષક વિષ્ણુ દશાવતારને પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વિષ્ણુના દસ અવતારોને ઓડિયો વિઝ્યુઅલ દ્વારા વિગતવાર સમજાવવામાં આવ્યા છે. લગ્ન પછી પણ આ પ્રદર્શન ચાલુ રહેશે.