Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સીએમ અખિલેશ યાદવની સ્માર્ટફોન ઓફર - હમણા એપ્લાય કરો... મળશે સત્તામાં આવ્યા પછી !

સીએમ અખિલેશ યાદવની સ્માર્ટફોન ઓફર - હમણા એપ્લાય કરો... મળશે સત્તામાં આવ્યા પછી !
લખનૌ , સોમવાર, 5 સપ્ટેમ્બર 2016 (16:30 IST)
લેપટોપ પછી હવે લોકોને લલચાવવા માટે અખિલેશ સરકારે સ્માર્ટફોનની મદદ લીધી. આવતા વર્ષે યૂપીમાં ચૂંટણી થવાની છે. ફ્રી લેપટોપ પછી હવે સ્માર્ટફોન આપવામાં આવશે. પણ આ વખતે શરત સાથે આપવામાં આવશે. 
 
લોકો સ્માર્ટફોન માટે આવેદન કરી શકે છે. પણ ડિલીવરી તેમને 2017ની બીજી છમાસિકમાં મળશે. તેનાથી સ્પષ્ટ છે કે સમાજવાદી પાર્ટી જો સત્તામાં આવે તો તે આ વચન પાળશે. 
 
સરકારી દસ્તાવેજ મુજબ આ ફોન ગરીબ લોકોને સરકારી યોજનાઓ અને નીતિયો વિશે પણ શિક્ષિત કરશે. તેમા લેટેસ્ટ સોફ્ટવેર રહેવા ઉપરાંત તેમા એક એપ ડાઉનલોડ હશે. જ્યા યૂઝર રાજ્ય સરકારની નીતિયો પર પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી શકે છે. 
 
ઉત્તર પ્રદેશમાં રહેનારો કોઈપણ જે 18 વર્ષનો હોય તે આ ફોન માટે આવેદન કરી શકે છે. સાથે જ આવેદન કરનારાની આવક 2 લાખ રૂપિયા વાર્ષિકથી ઓછી હોવી જોઈએ. આ સ્કીમને લીલી ઝંડી મળવાના મહિના પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરી શકાય છે. શક્યતા છે કે સ્કીમને ક્લિયરેંસ આ અઠવાડિયે મળી જશે.  સત્તાધારી સમાજવાદી પાર્ટીનુ માનવુ છે કે સ્માર્ટફોન યુવા મતદાતાઓમાં ચોક્કસરૂપે હિટ થઈ જશે. 
 
તાજેતરમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાના આ યોજનાનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યુ કે સમાજવાદીનો વિચાર છે કે તે નવી જનરેશનને કંઈક એવુ આપે જેનાથી તે સરકાર વિશે વધુમાં વધુ માહિતી મેળવી શકે અને સરકારને પોતાની ઈચ્છાઓ પણ બતાવી શકે.  લોકો મોબાઈલ એપ્લીકેશન દ્વારા વધુમાં વધુ માહિતી મેળવી રહ્યા છે. 
 
2012માં સમાજવાદી પાર્ટી સત્તામાં પરત ફરી.  વિદ્યાર્થીઓ માટે મફત લેપટોપ તેમનુ વચન હતુ. આ વચનને   43 વર્ષના મુખ્યમંત્રીએ પુર્ણ કર્યો પણ તેમા પણ વિવાદ થયો. તમામ સમસ્યાઓ ઉપરાંત આ યોજનામાં સરકારી એચપીના કરોડો બાકી રહ્યા. એચપીએ જ લેપટોપ સરકારને આપ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે યૂપીમાં 2017માં ચૂંટણી થવાની છે. જ્યા સમાજવાદી પાર્ટી, બીજેપી, માયાવતીની બીએસપી અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તરણેતરના ભાતીગળ લોકમેળાનો ભવ્યાતિભવ્ય પ્રાંરભ