Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના પછી હવે નોરોવાયરસ ભારતમાં આપી રહ્યું છે ટેન્શન, સંક્રમણના ડરથી શાળા બંધ રાખવાનો નિર્ણય, જાણો સંપૂર્ણ વિગતો

norovirus
, સોમવાર, 23 જાન્યુઆરી 2023 (22:49 IST)
ભારતમાં કોરોના વાયરસના કેસ ચોક્કસપણે ઓછા થયા છે, પરંતુ વધુ એક નવા વાયરસે દેશમાં તણાવ વધાર્યો છે. ચીન સહિત વિશ્વના ઘણા વિસ્તારોમાં કોરોના હજુ પણ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારતના કેરળ રાજ્યમાં એક નવા વાયરસે દસ્તક આપી છે. અગાઉ, જ્યારે દેશમાં પ્રથમ વખત કોરોના વાયરસનો કેસ આવ્યો હતો, ત્યારે તે કેરળમાં પણ પ્રથમ વખત આવ્યો હતો. હવે નોરોવાયરસ એક ઉપદ્રવ બની રહ્યો છે.
 
નોરોવાયરસના સંક્રમણથી સરકારનું ટેન્શન વધી ગયું છે. રાજ્યમાં આ નવા વાયરસના પાંચ કેસ આવ્યા છે એટલે કે નોરોવાયરસના 5 કેસની પુષ્ટિ થઈ છે. ત્રણ બાળકો હજુ સારવાર હેઠળ છે. કેરળના એર્નાકુલમ જિલ્લાની એક શાળામાં 63 બાળકોએ અચાનક ઉલ્ટી અને ઝાડા થવાની ફરિયાદ કરી હતી
 
સંક્રમણના ડરથી શાળા બંધ રાખવાનો નિર્ણય
સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે આગામી બે-ત્રણ દિવસ પ્રાઈવેટ સ્કુલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે બાળકો ઉપરાત કેટલાક માતા-પિતામાં પણ આ બીમારીના લક્ષણો જોવા મળ્યા છે. શું તમે જાણો છો નોરોવાયરસ શું છે? આ સંક્રમણના લક્ષણો શું છે. શું તેની સારવાર શક્ય છે?
 
નોરોવાયરસ સંપર્ક દ્વારા ફેલાય છે, જાણો તેના વિશે
નોરોવાયરસ એ અત્યંત ચેપી વાયરસ છે. નોરોવાયરસને વિન્ટર વોમિટીંગ બગ તરીકે પણ ઓળખવામાં આવે છે. નોવોવાયરસ ચેપમાં, વ્યક્તિને ગંભીર ઉલ્ટી અને ઝાડા થાય છે. ઘણા લોકો નોરોવાયરસને 'ધ સ્ટમક ફ્લુ' તરીકે પણ ઓળખે છે. જો કે, તેને ફ્લૂ અથવા ઈન્ફલ્યુએન્ઝા સાથે કોઈ લેવાદેવા નથી. તે એક સંક્રમક વ્યક્તિનાં સંપર્કમાં રહેલી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Budget Expert Opinions- બજેટ પહેલા પેટ્રોલ ડીઝલ સસ્તું થશે? પેટ્રોલિયમ મંત્રીએ તેલની કિંમતોમાં ઘટાડા અંગે કહી આ વાત