spicejet- સ્પાઈસ જેટ એરલાઈનની ફ્લાઈટમાં ગેરવહીવટનો મામલો સામે આવ્યો છે. નવી દિલ્હીથી દરભંગા જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ એસજી 486ના મુસાફરોને આકરી ગરમી વચ્ચે એક કલાકથી વધુ સમય સુધી એર કંડીશન (એસી) વગર પ્લેનની અંદર બેસી રહેવું પડ્યું હતું, જેના કારણે ઘણા મુસાફરો બીમાર પડ્યા હતા.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ એરલાઈન્સમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે જણાવ્યું કે હું સ્પાઈસ જેટ દ્વારા નવી દિલ્હીથી દરભંગા જઈ રહ્યો હતો. દિલ્હી એરપોર્ટ પર ચેક-ઈન કર્યા બાદ તેણે એક કલાક સુધી એર કન્ડીશનીંગ ચાલુ કર્યું ન હતું. જેના કારણે ફ્લાઈટની અંદરનું તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જેના કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી હતી.