Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pulwama Attack: એ Black Day જ્યારે આખો દેશ રડી પડ્યો, આતંકવાદીઓએ CRPFના 40 જવાનોને નિશાન બનાવ્યા

Pulwama Attack: એ Black Day જ્યારે આખો દેશ રડી પડ્યો,  આતંકવાદીઓએ CRPFના 40 જવાનોને નિશાન બનાવ્યા
, મંગળવાર, 14 ફેબ્રુઆરી 2023 (13:07 IST)
જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલા (Pulwama Attack)ની આજે ત્રીજી વરસી છે. 14 ફેબ્રુઆરી 2019 ના રોજ, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી લગભગ 2500 સૈનિકોને લઈને સીઆરપીએફનો કાફલો 78 બસોમાં પસાર થઈ રહ્યો હતો. તે દિવસે પણ રસ્તા પર સામાન્ય અવરજવર હતી. ત્યારે રસ્તાની બીજી બાજુથી આવતી એક કાર સીઆરપીએફના કાફલા સાથે આગળ વધી રહેલા વાહન સાથે અથડાઈ હતી. સામેથી આવી રહેલી SUV સૈનિકોના કાફલા સાથે અથડાતાં જ તેમાં વિસ્ફોટ થયો હતો. આ ઘાતક હુમલામાં 40 બહાદુર CRPF જવાન શહીદ થયા હતા.
 
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે થોડીવાર માટે બધું ધુમાડામાં ફેરવાઈ ગયું. ધુમાડો હટતા જ ત્યાંનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે આખો દેશ તેને જોઈને રડી પડ્યો. તે દિવસે પુલવામામાં જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર સૈનિકોના મૃતદેહો અહીં-ત્યાં વિખરાયેલા હતા. ચારેબાજુ લોહી અને સૈનિકોના શરીરના ટુકડા દેખાતા હતા. સૈનિકો તેમના સાથીઓને શોધવામાં વ્યસ્ત હતા. સેનાએ બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઘાયલ બહાદુરોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો.

જૈશના નિશાના પર 2500 સૈનિકો હતા
સૈનિકોનો કાફલો જમ્મુના ચેનાની રામા ટ્રાન્ઝિટ કેમ્પથી શ્રીનગર જવા રવાના થયો હતો. વહેલી સવારે નીકળેલા સૈનિકો સૂર્યાસ્ત પહેલા શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ ખાતેના ટ્રાન્ઝિટ કેમ્પમાં પહોંચવાના હતા. આ યાત્રા લગભગ 320 કિમી લાંબી હતી અને સૈનિકો સવારના 3:30 વાગ્યાથી મુસાફરી કરી રહ્યા હતા. 78 બસોમાં 2500 સૈનિકો સાથેનો કાફલો જમ્મુથી રવાના થયો હતો. પરંતુ પુલવામામાં જ જૈશના આતંકીઓએ આ જવાનોને નિશાન બનાવ્યા હતા. જેમાં અનેક જવાનો શહીદ થયા હતા. સૈનિકોના આ કાફલામાં ઘણા સૈનિકો રજા પુરી કરીને ફરજ પર પરત ફર્યા હતા. તે જ સમયે, હિમવર્ષાને કારણે જે સૈનિકો શ્રીનગર જવાના હતા તેઓ પણ તે જ કાફલાની બસોમાં મુસાફરી કરી રહ્યા હતા. જૈશ તમામ 2500 સૈનિકોને નિશાન બનાવવા માંગતો હતો.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, પૂર્વ આઇપીએસ અધિકારીને બ્લેકમેલિંગના આરોપમાં 5ની ધરપકડ