- સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે મુંબઈમાં રહેતી યુવતીની પોસ્ટ
- 37 વર્ષની છોકરીને 1 કરોડ રૂપિયા કમાતો વર જોઈએ છે
- યુવતીએ જણાવી છે પોતાની તમામ ડીમાંડ
મુંબઈઃ કહેવાય છે કે જોડી ઉપરવાળો બનાવે છે અને માણસ તેનો માધ્યમ બને છે. ક્યારેક મા-બાપને દીકરીઓના લગ્ન માટે છોકરાઓ શોધવામાં તકલીફ પરેશાન થઈ જાય છે. છોકરા અને તેના પરિવારની અપેક્ષાઓની યાદી એટલી લાંબી હોય છે કે છોકરીના પરિવારજનો ઘણીવાર નિરાશ થઈ જાય છે. હવે જમાનો બદલાઈ ગયો છે. છોકરીઓ પણ તેમની પસંદગીનો વર ઈચ્છે છે. તેની પોતાની લિસ્ટ છે, જે મુજબ તે પોતાનો લાઈફ પાર્ટનર પસંદ કરવા માંગે છે.
ઘણી વખત આ લિસ્ટ એવું હોય છે કે લોકોનું માથું ફરી જાય છે, આવી જ એક 37 વર્ષની છોકરીની પોતાને કેવો વર જોઈએ તેની અપેક્ષાઓનું એક લિસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. વરની શોધમાં એક યુવતીએ વરમાં જે લુક્સ અને કરીયર વિશ જે બતાવ્યું છે તેના પર લોકો ખૂબ કમેન્ટ કરી રહયા છે. ખાસ વાત એ છે કે આ 37 વર્ષની યુવતી પોતે તો 4 લાખ રૂપિયાનું પેકેજ ધરાવે છે અને તેને 1 કરોડ રૂપિયાના પેકેજ વારો વર જોઈએ છે.
અમેય ભીરંગે નામના યુવકે X પર લખ્યું કે તે તેના ભાઈના લગ્ન માટે છોકરી શોધી રહ્યો છે. મારા ભાઈ માટે 1 કરોડ રૂપિયાનું પેકેજ હોવું જોઈએ એવો પ્રસ્તાવ આવ્યો છે. મેટ્રો સિટી મુંબઈમાં તમારું પોતાનું ઘર હોવું જોઈએ છે. છોકરો ઇટાલી/યુરોપમાં સ્થાયી હોવો જોઈએ. જ્યારે મહિલા પાસે માત્ર 4 લાખનું પેકેજ છે અને તેની ઉંમર 37 વર્ષ છે. આ જોઈને હું સ્તબ્ધ થઈ ગયો.
મરાઠી ભાષાનું કર્યું અંગ્રેજી અનુવાદ
અમેયે આ પોસ્ટની સાથે વોટ્સએપ ચેટનો સ્ક્રીન શોટ પણ શેર કર્યો હતો, જે યુવતીના પરિવાર દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ સ્ક્રીન શોટ મરાઠી ભાષાનો હતો. જોકે, અંબર નામના યુવકે તેનું અંગ્રેજીમાં ભાષાંતર કરીને શેર કર્યું હતું. તેણે લખ્યું છે કે 4,00,000 રૂપિયા પ્રતિ વર્ષ કમાનારી 37 વર્ષની મહિલાની વરને લઈને અપેક્ષા
યુવટીની પ્રોફાઈલ અને ડીમાંડ
આ પોસ્ટમાં લખ્યું છે કે યુવતીને માતા, નાની બહેન અને એક નાનો ભાઈ છે. તેના પિતાનું અવસાન થયું છે. યુવતી નોકરીના કારણે છેલ્લા 10 વર્ષથી મુંબઈમાં રહે છે. તેનો પગાર વાર્ષિક 4 લાખ રૂપિયા છે. છોકરીની માંગ છે કે છોકરાનું મુંબઈમાં પોતાનું ઘર, નોકરી કે ધંધો હોવો જોઈએ. છોકરો હાઈલી એજ્યુકેટેડ હોવો જોઈએ. પછી તે MBBS સર્જન હોય કે CA જેની પોતાની ફાર્મ હોય. આ સિવાય જો અન્ય કોઈ ક્ષેત્રમાં હોય તો તે વધુ સીનીયર પોસ્ટ પર હોવો જોઈએ. છોકરાની આવક 1 કરોડ રૂપિયા હોવી જોઈએ. છોકરાનું પોતાનું ઘર હોવું જોઈએ. જો તે વિદેશમાં હોય તો તે યુરોપ, ખાસ કરીને ઇટાલીમાં કામ કરતો હોય.