Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Antyodaya Diwas 2021 : પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જયંતિ પર 25 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે અંત્યોદય દિવસ, જાણો આના વિશે

Antyodaya Diwas 2021 : પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જયંતિ પર 25 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે અંત્યોદય દિવસ,  જાણો આના વિશે
, શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (00:21 IST)
Antyodaya Diwas 2021 : ભારતમાં દર વર્ષની જેમ આ વખતે પણ 25 સપ્ટેમ્બરે અંત્યોદય દિવસ મનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે અંત્યોદય દિવસ ઉજવવામાં આવે છે. આજે દેશમાં ગરીબોના ઉત્થાન માટે ઘણી અંત્યોદય યોજનાઓ ચાલી રહી છે.  ભારત સરકાર દ્વારા 25 સપ્ટેમ્બર 2014ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 98 મી જન્મજયંતિ પ્રસંગે  'અંત્યોદય દિવસ' ની જાહેરાત કરવામા આવી હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાયે અંત્યોદયનું સૂત્ર આપ્યું. અંત્યોદય એટલે સમાજના છેલ્લા છેડા સુધી આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના લોકોનો ઉદય કે વિકાસ કરવાનો હોય છે. 
 
પંડિત દીનદયાળ ઉપાધ્યાય કહેતા હતા કે કોઈ પણ દેશ પોતાના જડથી અલગ થઈને વિકાસ કરી શકતો નથી.  એક સત્તાવાર વેબસાઇટ અનુસાર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય બહુમુખી વ્યક્તિત્વ હતા. તેમણે એક સાથે એક  કુશળ વિચારક, આયોજક, લેખક, સાહિત્યકાર, શિક્ષણશાસ્ત્રી, સામાજિક કાર્યકર, રાજકારણી, વક્તા અને પત્રકાર તરીકે આ સમાજને માર્ગદર્શન આપ્યું છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી પાસે સંગઠનની એક અનોખી અને અદભૂત કુશળતા હતી.
 
ઉલ્લેખનીય છે કે પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો જન્મ 25 સપ્ટેમ્બર 1916 ના રોજ ઉત્તર પ્રદેશની પવિત્ર બ્રજભૂમિમાં મથુરા જિલ્લાના એક નાનકડા ગામ નગલા ચંદ્રભાનમાં થયો હતો. તેમનું બાળપણ ખૂબ જ મુશ્કેલીઓમાં  પસાર થયું. જો કે તેણે જીવનના તમામ ઉતાર-ચઢાવ દરમિયાન ક્યારેય પણ ખુદને ડગમગવા દીધા નહીં, પરંતુ દરેક પગલે આગળ વધ્યા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું 11 ફેબ્રુઆરી, 1968 ના રોજ અચાનક અવસાન થયું. આ દેશના ઇતિહાસમાં આ એક દુ:ખદ અને કાળો દિવસ કહેવાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

RCB vs CSK Live Score, IPL 2021: બોલરો પછી ચમક્યા બેટ્સમેન, ચેન્નઈએ આરસીબીને 6 વિકેટથી હરાવ્યુ