Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ganesha Chaturthi 2021: ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન, નહી તો કહેવાશે અશુભ

Ganesha Chaturthi 2021: ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન, નહી તો કહેવાશે અશુભ
, ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (07:11 IST)
ગણેશ ચતુર્થી 2021: હિન્દુ પંચાગ મુજબ, ગણેશ ચતુર્થી 10 સપ્ટેમ્બર 2021 શુક્રવાર, ના ​​રોજ ઉજવવામાં આવશે. આ 11 દિવસ લાંબો તહેવાર દેશભરમાં ખૂબ ધૂમધામ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ 11 દિવસો દરમિયાન ગણેશના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન લોકો પોતાના ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરે છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન (Ganesha Visarjan) કરવામાં આવે છે.
 
ગણેશ ભગવાનને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ અને કષ્ટોને દૂર કરવા માટે લોકો ઘરમાં ગણેશજીની મૂર્તિ રાખે છે. એટલુ જ નહી, લોકો ગણેશ ભગવાની મૂર્તિ ગિફ્ટ પણ આપે છે. પણ શુ તમે જાણો છો કે શ્રી ગણેશને ઘરમાં રાખવાના કેટલાક નિયમ હોય છે. વાસ્તુ મુજબ જો આ વાતોને નજરઅંદાજ કરવામાં આવે તો આ અશુભ પણ સાબિત થઈ શકે છે. 
 
ઘરમાં અહી ન મુકશો મૂર્તિ 
 
ગણેશ ભગવાનની મૂર્તિ ઘરના કોઈ દિવાલ કે ખૂણામા સમજ્યા વિચાર્યા વગર નથી મુકી શકતા. ઘરમાં બાથરૂમની દિવાલ પર ગણેશ ભગવાનની મૂર્તિ ન લગાવો. એટલુ જ નહી ઘરના બેડરૂમમાં ભગવાન ગણેશની મૂર્તિ લગાવવી શુભ નથી હોતી. આવુ કરવાથી વૈવાહિક જીવનમા ક્લેશ અને પતિ પત્ની વચ્ચે તનાવ કાયમ રહે છે. 
 
નૃત્ય કરતી મૂર્તિ ન લગાવશો 
 
વાસ્તુશાસ્ત્ર મુજબ ભગવાન ગણેશની નૃત્ય કરતી મૂર્તિ ઘરમાં ન લગાવશો અને ન કોઈને ભેટમાં આપશો. એવુ કહેવાય છે કે ગણેશજીની નૃત્ય કરતઈ મૂર્તિ ઘરમાં લગાવવાથી ઘરમાં ક્લેશ થાય છે. બીજી બાજુ કોઈને ભેટમાં આપશો તો તેમના ઘરમાં પણ ક્લેશ થવા માંડે છે. 
 
પુત્રીના લગ્નમાં ગણેશજી ન આપશો 
 
એવુ કહેવાય છે કે ગણેશજીની મૂર્તિ કોઈ યુવતીના લગ્નમાં આપવી અશુભ હોય છે.  એવુ એટલા માટે કહેવાય છે કે લક્ષ્મી અને ગણેશ હંમેશા સાથે હોય છે. આવામાં ઘરની દિકરી સાથે ગણેશજી પણ આપી દેશો તો ઘરની સમૃદ્ધિ પણ તેની સાથે જતી રહે છે. 
 
ડાબી બાજુ સૂંડ 
 
જો તમે ઘર માટે ગણપતિ લેવા જઈ રહ્યા છો તો એવા ગણપતિ ખરીદો જેમની સૂંઢ ડાબી તરફ હોય.  ઘર માટે હંમેશા વામમુખી ગણપતિ લાવવા જોઈએ. કારણ કે જમણી તરફના સૂંઢ વાળા ગણપતિની પૂજા કરવા માટે વિશેષ પૂજાના નિયમોનુ પાલન કરવુ પડે છે. 
 
સંતાન પ્રાપ્તિ માટે બાળ સ્વરૂપ 
 
વાસ્તુશાસ્ત્ર મુજબ નવવિવાહિત જોડી કે પછી સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા લોકોને ઘરમાં ગણપતિના બાળ સ્વરૂપની મૂર્તિ મુકવી જોઈએ. ધાર્મિક માન્યતા છે કે તેનાથી માતા-પિતાના પ્રત્યે સન્માન કરનારી સંતાનની પ્રાપ્તિ થાય છે. બીજી બાજુ નોકરી અને વ્યવસાયની પરેશાની દૂર કરવા માટે ઘરમાં ગણપતિના સિંદૂરી સ્વરૂપની ફોટો લગાવવી જોઈએ. તેનાથી પરેશાની દૂર થાય છે અને સફળતા મળે છે. 
 
બેસેલી મુદ્રામાં હોવા જોઈએ ગણેશજી 
 
એવુ કહેવાય છે કે જો તમે ઘર માટે ગણપતિ લેવા જઈ રહ્યા છો તો ગણપતિની બેસેલી મુદ્રાની મૂર્તિ શુભ માનવામાં આવે છે. આવી મૂર્તિની પૂજા કરવાથી સ્થાઈ  લાભ થાય છે. એટલુ જ નહી આ દરમિયાન આવનારા અવરોધો પણ દૂર થાય છે. 
 
ગણપતિની એવી મૂર્તિ ન લેશો જેમાં ગણેશજીના ખભા પર સાપના રૂપમાં જનોઈ ન હોય. આવી મૂર્તિ અશુભ પણ માનવામાં આવે છે, જેમાં ગણેશજીનું વાહન નથી. આવી મૂર્તિની પણ પૂજા કરવાથી દોષ ઉભો થાય છે. ગણેશજીની એવી મૂર્તિની સ્થાપના કરો, જેમના હાથમાં પાશ અને અંકુશ બંને હોય. શાસ્ત્રોમાં ગણપતિના આવા જ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુરૂવારના ટોટકા - ગુરૂવારે કરશો આ ઉપાય તો દૂર થશે તંગી..