Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ગળાનું કેન્સર થયું

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ગળાનું કેન્સર થયું
, મંગળવાર, 27 નવેમ્બર 2018 (12:35 IST)
ગૃહ રાજ્યમંત્રી અને કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને કેન્સર થયું છે સારા માટે એસ.જી હાઈવે પર આવેલી એચ સી જી હોસ્પિટલમાં દાખલ કરાયા છે ગઈકાલે મોડી રાત્રે તબીબોની ટીમે તેમનો સફળતાપૂર્વક કર્યું હતું હાલમાં પ્રદિપસિંહ ની તબિયત સ્થિર છે. શ્રી જાડેજાને હજુ આગામી 72 કલાક સુધી નિરીક્ષણ હેઠળ રખાશે. તબીબોની ટીમ તેમની તબિયત પર સતત મોનીટરીંગ કરી રહી છે.
પ્રદિપસિંહ કેન્સર થયુ હોવાની વાત ધ્યાનમાં આવ્યા બાદ મંત્રીમંડળમાં પણ તેમજ તેમના સમર્થકોમાં ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે અમેરિકામાં રહેતો પ્રદિપસિંહનો પુત્ર પણ બે દિવસ પહેલા અમદાવાદ આવી ગયો હતો. પ્રદિપસિંહ નજીકના અને વિશ્વાસુ માણસોનું માણસો કહે છે કે પ્રદિપસિંહ કોલેજ કાળમાં હતા ત્યારથી 135 તમાકુના મસાલા ખાવા ની ટેવ ધરાવતા હતા. તેઓએ ઘણા વર્ષો સુધી આવા મસાલા ખાધા હતા. 
જોકે ભૂતકાળમાં ડોક્ટરોની સલાહ માનીને તેઓએ 135 ના મસાલા ખાવાનું બંધ કર્યું હતું. પરંતુ ત્યારબાદ તેઓએ સાદી તમાકુ ખાવાનું ચાલુ કર્યું હતું. ડોક્ટર ડોક્ટરોએ સાદી તમાકુ ખાવાની પણ સ્પષ્ટ ના પાડતા છેલ્લા પાંચ વર્ષથી પ્રદિપસિંહ જાડેજાએ આ તમાકુ ખાવાનું પણ બંધ કરી દીધું હતું આમ છતાં તેઓને ગળાનું કેન્સર થતાં ભૂતકાળમાં તમાકુના વ્યસનને કારણે તેઓને કેન્સરની બીમારી થઈ હોવાની શક્યતા છે.
બીજી બાજુ ડોક્ટરોએ હજુ સુધી પ્રદિપસિંહ જાડેજા ને કેન્સર થવા પાછળના કોઈ પ્રકારના કારણોને જાહેરાત કરી નથી. અત્રે નોંધનીય છે કે પ્રદિપસિંહ જાડેજા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ની નજીક ગણાય છે. તેમની ઈમેજ ચોખ્ખી છે. ભવિષ્યમાં ગુજરાત સરકારમાં જો કોઈ મોટા અને ધરખમ ફેરફારો કરવામાં આવે તો તેમાં પ્રદીપસિંહ જાડેજા ને ખૂબ જ મોટી જવાબદારી સોંપી શકાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સરકારના મંત્રીએ માનવભક્ષી દીપડાને મારી નાંખવાની માંગ કરતાં સરકાર મૂંઝવણમાં