અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે સામાન્ય માણસના પ્રવેશ માટે ભાજપના સત્તાધીશો અને તંત્ર દ્વારા એન્ટ્રી પાસ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. આથી હવે જે મુલાકાતી પાસે પ્રવેશ પાસ હશે તેને જ પ્રવેશ મળી શકશે. ભાજપી સત્તાધીશો અને તંત્રએ હવે કોર્પોરેશનમાં એન્ટ્રી માટે પાસ ફરજિયાત કરી દીધો છે. જે મુલાકાતી પાસે પાસ હશે તેને જ હવે કોર્પોરેશનમાં પ્રવેશ આપવામાં આવશે.
કોર્પોરેશનની કિલ્લેબંધી કરવાના ભાગરૂપે હવે પ્રવેશ દ્વારે સિક્યુરિટી કેબિન પણ ઉભુ કરાશે. મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, મેયર, તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જેવા પદાધિકારીઓને મળવુ હશે તો પહેલા પાસ કઢાવવો પડશે.
ત્યાર બાદ મુલાકાતીઓને ચેકિંગ બાદ જ એન્ટ્રી આપશે. આ ઉપરાંત પાસમાં જે બ્લોક દર્શાવેલ હશે તે બ્લોક માટે જ પાસ માન્ય રહેશે, કાર્પોરેશન બિલ્ડિંગમાંથી પરત જતા સિક્યોરિટી ઓફિસરને પાસ જમા કરાવવો પડશે. તેવો નિયમ લાગુ કર્યો છે..આ સિવાય મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓએ બિલ્ડિંગમાં પ્રવેશ સમયે ઓળખપત્ર દર્શાવવુ પડશે તેવો પણ નિયમ લાગુ કરવામાં આવી રહ્યો હતો.