Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં ક્રિકેટ મેચ રમતાં રમતાં હાર્ટ એટેક આવતાં જીએસટી કર્મચારીનું મોત

અમદાવાદમાં ક્રિકેટ મેચ રમતાં રમતાં હાર્ટ એટેક આવતાં જીએસટી કર્મચારીનું મોત
, રવિવાર, 26 ફેબ્રુઆરી 2023 (10:44 IST)
ગુજરાતના અમદાવાદમાં ક્રિકેટ મેચ દરમિયાન એક ચોંકાવનારું મોત સામે આવ્યું છે. અહીં GST કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. બોલિંગ કરતી વખતે GST કર્મચારીની તબિયત લથડી હતી અને તે જમીન પર પડી ગયો હતો. ઘટના અંગે અન્ય માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
webdunia
છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે. રાજકોટ-સુરતમાં ક્રિકેટ રમતા એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે. હવે આવી જ એક ઘટના શનિવારે અમદાવાદમાં બની હતી. મળતી માહિતી મુજબ અમદાવાદમાં GST કર્મચારી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ મેચમાં GST કર્મચારી વસંત રાઠોડે પણ ભાગ લીધો હતો. બોલિંગ કરતી વખતે વસંતને છાતીમાં દુખાવો થયો અને તે જમીન પર પડ્યો. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
 
તબીબોના જણાવ્યા અનુસાર રાઠોડને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. તમને જણાવી દઈએ કે ચાર દિવસ પહેલા આ રીતે ક્રિકેટ રમતા બે લોકોના થોડા જ સમયમાં મોત થયા હતા. ક્રિકેટના મેદાનમાં હાર્ટ એટેકથી મોતનો આ ત્રીજો કિસ્સો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિધવા પુત્રવધૂનાં સાસુ-સસરા કરાવ્યા બીજા લગ્ન- સાસુ-સસરા ખરા અર્થમાં બન્યા માતા-પિતા, પુત્રવધૂના બીજા લગ્ન કરાવી સાસરે વળાવી, સર્જાયા ભાવુક દ્વશ્યો