Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14 માર્ચથી લાગી રહ્યુ છે હોળાષ્ટક, આ 8 દિવસ ભૂલથી પણ ન કરશો આ કામ

14 માર્ચથી લાગી રહ્યુ છે હોળાષ્ટક, આ 8 દિવસ ભૂલથી પણ ન કરશો આ કામ
, શનિવાર, 9 માર્ચ 2019 (17:04 IST)
આગામી 14 માર્ચથી હોળાષ્ટક લાગી રહ્યુ છે. જ્યોતિષચાર્ય મુજબ આ 8 દિવસમા ગ્રહો પોતાનુ સ્થાન બદલે છે. ગ્રહોના આ ફેરફારને કારણે હોળાષ્ટક દરમિયાન કોઈપણ શુભ કાર્યને શરૂ નથી કરી શકાતુ. વર્તમાન સંવત્સરના વિવાહ હવે ફકત એક અઠવાડિયુ રહેશે. 
 
હોળાષ્ટક લાગતાજ લગ્નનુ આ વાર્ષિક કેલેંડર સમાપ્ત થઈ જશે.  હવે નવુ સંવત લાગ્યા પછી લગ્નના સીઝન ફરી શરૂ થશે. આ વખતે જુલાઈ સુધી લગ્ન થતા રહેશે.  પછી દેવશયન થઈ જવાને કારણે લગ્ન ચાર મહિના માટે બંધ થઈ જશે. 
 
લગ્નની આ સીઝન ગયા નવેમ્બરમાં દેવોત્થાન અગિયારસથી શરૂ થઈ હતી. ત્યારથી પોષ મહિનાને છોડીને સતત લગ્ન થઈ રહ્યા છે. ઉત્તરાયણ લાગ્યા પછી યજ્ઞોપવીત વગેરે માંગલિક કાર્ય પણ શરૂ થઈ ગયા હતા. લગ્નના આ સીઝનમાં 25શુદ્ધ અને 36 સામાન્ય મુહુર્ત આવ્યા. 
 
હવે આ મહિનાની 14 તારીખથી હોળાષ્ટક શરૂ થઈ રહ્યુ છે. આ હોળાષ્ટક 21 માર્ચ ફાગણ સુધી ચાલશે. હોળાષ્ટકમાં કોઈપણ પ્રકારના માંગલિક કાર્ય કરવા નિષેધ છે.  હોળાષ્ટક સમાપ્ત થયા પછી  પણ જ્યોતિષિય દ્રષ્ટિથી ભદ્રાની છાયા બની રહેશે. સાથે જ ચૈત્ર કૃષ્ણ પક્ષ પણ શરૂ થઈ જશે. પરિણામસ્વરૂપ લગ્નના શુદ્ધ મુહૂર્ત પર વિરામ  લાગેલો રહેશે. 
 
જ્યોતિષાચાર્ય મુજબ વર્તમાન સંવત પાંચ એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહ્યુ છે. નવુ સંવત ચૈત્ર નવરાત્રિ સાથે છ એપ્રિલથી શરૂ થઈ જશે. સંવત દરમિયાન મુહૂર્ત વગરન આ લગ્ન પણ થઈ જાય છે.  જો કે નવા વર્ષમાં વિવાહ કેલેંડર સંવતથી શરૂ થશે. 
 
આ કેલેન્ડરના લગ્ન જુલાઈ સુધી ચાલતા રહેશે.  જે રીતે સૂર્ય અને ચંદ્દ્ર ગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓને ઘરમાંથી બાહર નીકળવાની મની હોય છે. એ જ રીતે હોળાષ્ટક દરમિયાન પણ ગર્ભવતી સ્ત્રીઓ નદી નાળા પાર કરવાની મનાઈ રાહે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શનિવારે જરૂર કરો આ ઉપાય