Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Earthquake In Afghanistan: અફગાનિસ્તાનમાં ભૂકંપે મચાવી તબાહી, અત્યાર સુધી 900થી વધુ લોકોના મોત

earthquake
, બુધવાર, 22 જૂન 2022 (16:14 IST)
અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ભારે તબાહી મચી છે. 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી ચારે બાજુ માત્ર વિનાશ અને વિનાશ જ હતો. અફઘાન અધિકારીના જણાવ્યા અનુસાર આ ભૂકંપમાં અત્યાર સુધીમાં લગભગ 920 લોકોના મોત થયા છે. આ આંકડો સતત વધી રહ્યો છે. તે જ સમયે, 600 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે સેંકડો મકાનો પણ ધ્વસ્ત થઈ ગયા છે. આ પહેલા એવા અહેવાલ હતા કે ભૂકંપના કારણે લગભગ 250 લોકોના મોત થયા છે.

 
પાકિસ્તાનમાં ભૂકંપ
આ પહેલા મંગળવારે રાત્રે પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં બપોરે 2.24 કલાકે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાહતની વાત એ છે કે પાકિસ્તાનમાં આવેલા ભૂકંપમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. આ સિવાય મલેશિયામાં પણ મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં ભૂકંપની તીવ્રતા 5.1 હતી.
કેમ આવે છે ભૂકંપ?
 
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ્સ અથડાય છે તેને જોન ફોલ્ટ લાઈન કહેવામાં આવે છે. વારંવાર અથડાવાના કારણે અમુક પ્લેટ્સના ખૂણા તૂટી જાય છે. ત્યારે અંદરની ગરમી બહાર આવવાનો રસ્તો શોધે છે અને તે હલચલ પછી ભૂકંપ આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈગ્લેંડ વિરુદ્ધ ટીમ ઈંડિયાની તૈયારીઓને લાગી શકે છે ઝટકો, કોહલી પણ થઈ ચુક્યા છે કોરોના સંક્રમિત - રિપોર્ટ