Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોમનાથ ત્રિવેણી સંગમમાં દિલધડક દ્રશ્યો સર્જાયા : NDRF ની ટૂકડીએ ૬ લોકોને ડૂબતાં બચાવ્યા

સોમનાથ ત્રિવેણી સંગમમાં દિલધડક દ્રશ્યો સર્જાયા :  NDRF ની ટૂકડીએ ૬ લોકોને ડૂબતાં બચાવ્યા
, શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (10:10 IST)
સોમનાથ ત્રિવેણી સંગમમાં દિલધડક દ્રશ્યો સર્જાયા હતા. NDRFટીમને ત્રિવેણી સંગમમાં લોકો ડૂબવાનો મેસેજ મળતા જ તાબોડતોબ ઘટના સ્થળે પહોંચી, બોટ રવાના કરી રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ બચાવ કામગીરીમાં ત્રિવેણી સંગમના પાણીના મધ્યેથી NDRFના જવાનાએ ત્રણ લોકોને રબર બોટના માધ્યમથી અને ત્રણ લોકોને તરીને ત્રિવેણી સંગમના કિનારે લાવીને બચાવ્યાં હતા. આ લોકો કિનારે પહોંચતા જરૂરી મેડિકલ સારવાર આપવામાં આવી હતી. જેમાના એક વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી, એબ્મ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલ પહોચાડવા માટે રવાના કરવામાં આવ્યા હતા.
webdunia
પૂર્વ નિર્ધારિત પરિસ્થિતિ મુજબ NDRF, નગરપાલિકા, ફાયર, આરોગ્ય, પોલીસ સહિતની એજન્સીઓના સંકલનથી સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાયાની જાણકારી આપતા પ્રાંત અધિકારી સરયુબેન જસરોટીયાએ જણાવ્યું કે, સરકાર તરફથી મળેલ સૂચનાના અનુસંધાને ભારે પૂરના પગલે ત્રિવેણી સંગમમાં જળસ્તર વધી ગયુ હતું. તેવી સ્થિતિમાં ૬ યાત્રિકો ત્રિેવેણી સંગમમાં ડૂબતા હોય તેવી નિર્ધારિત કરેલ પરિસ્થિતિમાં NDRF ના જવાનાએ સૂજબૂજથી આ યાત્રિકોના જીવ બચાવ્યા હતા. આમ, સફળતાપૂર્વક મોકડ્રીલ યોજવામાં આવી હતી.
webdunia
NDRF-૬ બટાલિયનના ઈન્સપેક્ટર રાજેશ કુમાર મહલાવતે જણાવ્યું કે, આ પ્રકારની એક્સરસાઈઝમાં જુદી-જુદી સરકારી એજન્સીઓ વચ્ચે તાલમેલ અને રિસપોન્સ ટાઈમ મહત્વનો હોય છે. આ મોકડ્રીલના માધ્યમથી NDRF સહિત સરકારી એજન્સીઓની સતર્કતા અને કાર્યક્ષમતાનુ પરીક્ષણ કરવામાં આવતું હોય છે. જેથી કુદરતી આપત્તીઓના સમયમાં સુદ્રઢ રીતે બચાવ કામગીરી કરી શકાય. આ રેસક્યુ ઓપરેશનમાં NDRF ને ત્રિવેણી સંગમમાં લોકો ડૂબી રહ્યા હોવાનો મેસેજ મળતા રબર બોટ, લાફઈ સેવિંગ જેકેટ સહિતના ઈક્વીપમેન્ટ સાથે પહોંચી સફળાપૂર્વક ૬ લોકોના રેસક્યુ કર્યા હતા.
 
ઉપરાંત NDRFના જવાનાએ ઘરગથ્થુ વસ્તુઓ જેવી કે, પ્લાસ્ટિક બોટલ, વાસણ, સૂકા નાળીયર વગેરેના માધ્યમથી કેવી રીતે પૂરની સ્થિતિમાં બચાવ કરી શકાય તેનુ ત્રિવેણી સંગમમાં નિદર્શન કર્યું હતું.આ મોકડ્રીલમાં કમાન્ડિંગ ઓફિસર તરીકે વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર દેવીબેન રહ્યા હતા. તેમના દ્વારા NDRFની ટીમને ત્રિવેણી સંગમમાં લોકો ડૂબતા હોવાની મેસેજ આપવામાં આવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યના આઠ મહાનગરોમાં આજે રાત્રિ કર્ફ્યૂની મુદત પૂર્ણ, કોરોનાના કેસો વધતાં નિયંત્રણો કડક કરવા સરકારની વિચારણા