Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તરણેતરના ભાતીગળ લોકમેળાનો ભવ્યાતિભવ્ય પ્રાંરભ

તરણેતરના ભાતીગળ લોકમેળાનો ભવ્યાતિભવ્ય પ્રાંરભ
, સોમવાર, 5 સપ્ટેમ્બર 2016 (15:51 IST)
સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામ ખાતે ત્રીનેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં પરંપરાગત રીતે યોજાતા તરણેતરના ભાતીગળ લોકમેળાને આજરોજ સવારે સંસદીય સચિવો શામજીભાઈ ચૌહાણ, પુનમભાઈ મકવાણાના વરદ હસ્તે ત્રીનેતેશ્વર મહાદેવને દીપ પ્રગટાવી, પૂજા-અર્ચના અને આરતી કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
webdunia

webdunia

સુરેન્દ્રનગર જીલ્લાના પાંચાળ વિસ્તાર એવા તરણેતર ખાતે વર્ષો થી પરંપરાગત અને લોકસંસ્કૃતિ ને ઉજાગર કરતો ભાતીગળ મેળો યોજાય છે.ચાલુ વર્ષે પણ તરણેતરના મેળા નું ચાર દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે તરણેતરના ભાતીગળ મેળા ને સંસદીય સચિવો શામજીભાઈ ચૌહાણ, અધિક કલેકટર નરેન્દ્રસિંહ રાજપૂતએ શિવપૂજન અને દીપ પ્રાગટ્ય કરી મેળા ને વિધિવત રીતે ખુલ્લો મુક્યો હતો અને ત્યારબાદ વિવિધ સ્ટોલો નું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું. આજથી ચાર દિવસ ચાલનાર આ ભાતીગળ મેળા માં દેશ-વિદેશ થી મોટી સંખ્યામાં લોકો મેળો માણવા ઉમટી પડશે. તરણેતરનો મેળો માલધારીઓનો હુડો રાસ, ભરત ભરેલી છત્રી અને પરંપરા ગત વેશભુષા માટે પ્રખ્યાત છે. રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ તારીખ 6 સપ્ટેમ્બરના રોજ તરણેતર ખાતે પધારી શિવપૂજન, ગ્રામીણ રમતોત્સવ ની મુલાકાત લેશે.
તરણેતર ના મેળા માં કોઈ અનિરછનીય બનાવ ન બને અને મેળો માણવા આવનાર લોકો ને કોઈ હાલાકી ન પડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ હેલીકેમ અને સીસીટીવી કેમેરા દ્વારા સતત તરણેતર ના મેળા માં નજર રાખવામાં આવી રહી છે. આરોગ્ય, પાણી, સહીત એસટી વિભાગ દ્વારા મેળા દરમિયાન 170 જેટલી વધારાની એસટી બસો ફાળવવામાં આવી છે. લોકો શાંતિપૂર્ણ માહોલ માં મેળો માણે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ આહવાન કરવામાં આવ્યું હતું.
webdunia

webdunia

તરણેતરના જગવિખ્યાત મેળામાં સમગ્ર દેશમાંથી જ પરંતુ વિદેશથી પણ લોકો મેળો માણવા મોટી સંખ્યા માં ઉમટી પડે છે ત્યારે આજ થી શરુ થયેલ આ ભાતીગળ મેળા માં વહેલી સવારથી જ ભીડ જોવા મળતી હતી અને ઋષિપાંચમ ને દિવસે ત્રીનેતેશ્વર મહાદેવ દિવસે પરંપરાગત ધજા ચઢાવવા માં આવે છે આ દિવસે લાખો ની જનમેદની મેળા માં ઉમટી પડે છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દારૂબંઘીનો નવો કડક કાયદો લાવો નહીં તો 2017નો મુખ્યમંત્રી અમે નક્કી કરીશું - અલ્પેશ ઠાકોર