Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં 3.2 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો

earthquake
, મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (05:28 IST)
ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે મોડી રાતે 12:10 કલાકે 3.2 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. આ પહેલા પણ ઓગસ્ટમાં નવસારીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 2.9 હોવાનું જાણવા મળ્યું હતુ. ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં સોમવારે મોડી રાતે 12:10 કલાકે 3.2 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. કંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 29 કિલોમીટર દૂર નોંધાયું હતુ.15 દિવસમાં ભૂકંપનો આ બીજો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.

નોંધનીય છે કે, ઓગસ્ટમાં આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ ભીનાર ગામે નોંધાયું હતુ. સરકારી કચેરીઓ સહિત રહેણાંક વિસ્તારના લોકો બહાર નીકળી ગયા હતા. ભૂકંપને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મિત્રોએ પ્રાઈવેટ પાર્ટની અંદર નાખ્યો સ્ટીલનો ગ્લાસ, પછી ડોક્ટરોએ ચમત્કાર કર્યો