Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જયંતિ ભાનુશાળી મર્ડર કેસમાં હત્યારાઓને લઇ સૌથી મોટો ખુલાસો

જયંતિ ભાનુશાળી મર્ડર કેસમાં હત્યારાઓને લઇ સૌથી મોટો ખુલાસો
, શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (14:33 IST)
ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની સયાજીનગરી એક્સપ્રેસમાં અજાણ્યા શાર્પ શૂટરો દ્વારા ફાયરીંગ કરીને કરવામાં આવેલી હત્યાનું સસ્પેન્સ પરથી પડદો હટી જશે. જયંતિ ભાનુશાળીના હત્યારાઓ ઓળખાઇ ગયા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.
જયંતિ ભાનુશાળીને 7-01-2019ના રોજ ભુજથી મુંબઈ જઈ રહેલી સયાજી નગરી એક્સપ્રેસમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યારાઓ હત્યા બાદ ચેઈન પુલિંગ કરીને ભાગી ગયા હતા. હવે એવી માહિતી સામે આવી રહી છે કે હત્યા બાદ જયંતિ ભાનુશાળી સાથે મુસાફરી કરી રહેલી એક મુસાફરની બેગ લઈને ભાગેલા હત્યારાઓ એક જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જયંતિ ભાનુશાળીના હત્યારાની ઓળખ થઈ હોવાનો સુત્રો દાવો કરી રહ્યા છે. આજે મોડી રાત કે આવતીકાલે અથવા સવારે આ મર્ડર મિસ્ટ્રી પરથી ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. હાલમાં બે શખ્સોએ હત્યા કરી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, CCTV કેમેરા દ્ગારા હત્યારા ઓળખાયા હોવાનો સૂત્રો દાવો કરી રહ્યા છે. આ અંતર્ગત એક ટીમ હત્યારાને પકડવા રવાના કરાયાનો સૂત્રોનો દાવો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉત્તરાયણના દિવસે સાડાત્રણ હજારથી વધુ કેસોની શક્યતાઓ વચ્ચે 108ને એલર્ટ કરાઈ