Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભરૂચ કોવિડ સેંટરમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસને રૂપિયા 5 લાખનું ઇનામ અપાશે

ભરૂચ કોવિડ સેંટરમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસને રૂપિયા 5 લાખનું ઇનામ અપાશે
, શુક્રવાર, 2 જુલાઈ 2021 (12:36 IST)
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ભરૂચ ખાતેની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસના જવાનોને રૂપિયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે.
 
પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યું કે, હોસ્પિટલમાં જયારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂં હતું, ત્યારે આ જવાનો ત્વરિત પહોંચી વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતાં. 
 
કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ બચાવવા સારૂ આ જવાનોએ પોતાના જાનની પરવા કર્યા સિવાય કોરોનાની સારવાર લઇ રહેલા ૨૫ જેટલાં દર્દીઓના જીવ બચાવ્યા છે અને અતિ વિકટ પરિસ્થિતિમાં કુનેહ પૂર્વક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખી હતી. એટલા માટે એમને પ્રોત્સાહિત કરવા રાજય સરકારે આ નિર્ણય કર્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘરે બેઠા સમસ્યાઓની રજૂઆત માટે એપ થયો લોન્ચ