બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન મુશ્કેલીઓમા ફસાતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે એશ્વર્યાને તેમની જમીન પર બાકી ટેક્સ જમા નહી કરવાને કારણે નાસિકના તહસીલદારે નોટિસ મોકલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી પાસે સિન્નર, નાસિકના અવડી વિસ્તારમાં જમીન છે અને તેણે 1 વર્ષથી તેનો ટેક્સ જમા કરાવ્યો નથી.
9 જાન્યુઆરીએ મોકલી હતી નોટિસ
એશ્વર્યાની આ જમીનનો ટેક્સ 21,960 રૂપિયા છે. જેને તેમણે જમા કર્યો નથી. આ બાકી ટેક્સને કારણે તહસીલદારે એશ્વર્યા વિરુદ્ધ 9 જાન્યુઆરીએ નોટિસ રજુ કરી હતી.
ઐશ્વર્યા તરફથી હજુ કોઈ જવાબ નથી મળ્યો
મળતી માહિતી મુજબ, ઐશ્વર્યા પાસે અડવાડીના પહાડી વિસ્તારમાં લગભગ 1 હેક્ટર જમીન છે. આવી સ્થિતિમાં 12 મહિનાના બાકી વેરા અંગે અભિનેત્રી તરફથી કોઈ જવાબ આવ્યો નથી, જેને લઈને તહેસીલદારે કડક વલણ અપનાવ્યું છે. ઐશ્વર્યાની સાથે અન્ય 1200 પ્રોપર્ટી માલિકોને પણ ટેક્સ ભરવા માટે નોટિસ આપવામાં આવી છે.
ઐશ્વર્યાની કુલ સંપત્તિ 776 કરોડ રૂપિયા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યા રાય બચ્ચન 776 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. તે પોતાની દરેક ફિલ્મ માટે 10 થી 12 કરોડ રૂપિયા લે છે. ફિલ્મો, બિઝનેસ, પ્રોપર્ટી અને વાહનો ઉપરાંત ઐશ્વર્યા ઘણી બ્રાન્ડ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી વાર્ષિક આશરે 80 થી 90 કરોડની કમાણી કરે છે.