Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં અગનવર્ષા- ગાંધીનગર સૌથી ગરમ શહેર

ગુજરાતમાં અગનવર્ષા- ગાંધીનગર સૌથી ગરમ શહેર
, ગુરુવાર, 18 મે 2017 (14:50 IST)
ગુજરાત હાલમાં અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયું હોય તે હદે ગરમીનો પારો વધી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યનું ગ્રીન સિટી ગણાતું ગાંધીનગર આજે ૪૩.૪ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. અમરેલી , સુરેન્દ્રનગર ૪૩ ડિગ્રી તાપમાન સાથે બીજા ક્રમે રહ્યા હતા. અમદાવાદમાં ૪૨.૮ ડિગ્રી તાપામાન નોંધાયું હતું. રાજ્યના ૧૦ શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી કરતા પણ વધુ રહેતા બપોરે તો રીતસરનો કરફ્યું જેવો માહોલ સર્જાયો હતો.

અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે ઘેરાયેલા ઇડરમાં આજે ૪૧.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સવારના ૮ વાગ્યાથી જ ગરમીની અસર ચાલુ થઇ જાય છે. દેહ દઝાડતી ગરમીને કારણે લોકો સવારથી કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સાંજના છ વાગ્યા સુધી ગરમીની અસર રહેતા લોકો માટે તો આખો દિવસ ગરમીની વચ્ચે શેકાવાનો વારો આવ્યો છે. રાત્રે પર પવન ફૂંકાતો ન હોવાથી અસહ્ય બફારા વચ્ચે લોકોએ રાત વિતાવવી પડી રહી છે.

બીજી તરફ હાલમાં લીલુંછમ અને ઘટાટોપ વૃક્ષોની છત્રછાયામાં વસેલું અને ગ્રીન સિટીના નામે પ્રખ્યાત થયેલા ગાંધીનગર પર આજે સૂર્યદેવતા જાણે ક્રોપાયમાન થયા હોય તેમ ૪૩.૪ ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર રાજ્યમાં સૌથી હોટેસ્ટસિટી રહ્યું હતું. ત્યાં લધુત્તમ તામમાન પણ સૌથી વધુ ૨૮ ડિગ્રી નોંધાવા પામ્યું હતું. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન પણ ગરમીનું જોર યથાવત રહેશે. અમદાવાદમાં છેલ્લા ચાર વર્ષથી મે માસમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીને પાર રહ્યો છે. ગત વર્ષે તા.૨૦ મે ના રોજ અમદાવાદમાં રેકોર્ડબ્રેક ૪૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચાલુ વર્ષે મે માસમાં ગરમીનો પારો અમદાવાદમાં ૪૪ ડિગ્રીને પાર કરી જવાની શક્યતા જોવાઇ રહી છે.
ગાંધીનગર    ૪૩.૪
અમરેલી    ૪૩
સુરેન્દ્રનગર    ૪૩
અમદાવાદ    ૪૨.૮

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે વર્લ્ડ મ્યુઝિયમ ડે- જાણો ગુજરાતના કયા મ્યુઝિયમમાં શું છે?