Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vastu Tips: શુભ કાર્ય કરતા પહેલા દહી-સાકર કેમ ખવડાવવામાં આવે છે? જાણો તેનું પરફેકટ લોજીક

Vastu Tips: શુભ કાર્ય કરતા પહેલા દહી-સાકર કેમ ખવડાવવામાં આવે છે? જાણો તેનું પરફેકટ લોજીક
, શનિવાર, 3 ડિસેમ્બર 2022 (01:00 IST)
કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા, શાળામાં પરીક્ષા આપતા પહેલા અથવા તમે ક્યાંક બહાર જતા હોવ ત્યારે તમને પહેલા દહી-સાકર ખવડાવવામાં આવે છે. લગ્ન જેવા શુભ કાર્ય કરતા પહેલા પણ વરરાજાને દહીં અને ખાંડ ખવડાવવામાં આવે છે. જો તમે વિચારી રહ્યા હોય  કે આવું કેમ કરવામાં આવે છે, તો ચાલો આજે તમને તેની પાછળના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો જણાવીએ.
 
જીવનમાં થાય છે બધુ કુશળ મંગલ
હિન્દુ ધર્મમાં દહીંને પાંચ અમૃતમાંનું એક માનવામાં આવે છે. જ્યોતિષના મતે જ્યારે પણ કોઈ સફેદ વસ્તુ ખાઈને ઘરની બહાર નીકળે છે ત્યારે મનમાં એકાગ્રતા અને સકારાત્મકતા વધે છે. જેના દ્વારા કોઈપણ કામ સારી રીતે કરી શકાય છે. ઘરની બહાર નીકળતા પહેલા દહીં ખાવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.  સાથે જ આપણા મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એવું માનવામાં આવે છે કે દહીં ખાવાથી મગજ ઝડપથી કામ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે જો તમે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને શું કરવું તે સમજાતું નથી તો દહીં ખાઓ. તેનાથી તમારું મન શાંત થશે. પછી તમે કોઈપણ કામ સરળતાથી કરી શકશો.
 
 સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે દહીં અને ખાંડ
દહીં આપણા શરીર માટે સુપરફૂડ જેવું છે. દહીં સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. ડોક્ટરોના મતે દહીં ખાવું સ્વાસ્થ્ય માટે સારું છે. દહીં ખાવાથી આંતરડાની અંદર ઘણા ખરાબ બેક્ટેરિયા મરી જાય છે. બીજી ઘણી વસ્તુઓ ખાવાથી આંતરડામાં ફૂલી જાય છે. 
દૂધથી બનનારા દહીંમાં ખોરાકના પાચનમાં મદદ કરવા સાથે, નેચરલ લેક્સેટીવ એટલે કે ખોરાક નરમ બનાવવામાં પણ મદદ કરે છે. દહીંમાં કેલ્શિયમ, વિટામિન B-2, B-12, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ વિટામિન અને મિનરલ્સ પણ જોવા મળે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ekadashi 2023 - વર્ષ 2023માં એકાદશી ક્યારે-ક્યારે આવશે જાણો આખી યાદી