Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mumbai Indians Captain - મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનશે હાર્દિક : MIને 5 ટાઈટલ અપાવી ચુકેલ રોહિતનું સ્થાન લીધું, પંડ્યાએ ગુજરાતને બનાવ્યું હતું ચેમ્પિયન

hardik rohit
, શનિવાર, 16 ડિસેમ્બર 2023 (08:57 IST)
Hardik Pandya Mumbai Indians Captain - ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગની 2024 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરશે. તે રોહિત શર્માનું સ્થાન લેશે, જેણે MIને 5 ટાઇટલ અપાવ્યું છે. મુંબઈ ઈન્ડિયને એક પ્રેસ રિલીઝ જારી કરીને આ માહિતી આપી છે.
 
જોકે, ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્માની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરી નથી. ફ્રેન્ચાઇઝીએ 19 દિવસ પહેલા પંડ્યાને ગુજરાત ટાઇટન્સ સાથે રૂ. 15 કરોડમાં સોદા કર્યા હતા. પંડ્યા માટે બે ફ્રેન્ચાઇઝી વચ્ચે તમામ રોકડ સોદો હતો. ત્યારથી પંડ્યાના કેપ્ટન બનવાની અટકળો ચાલી રહી હતી.

ફ્રેન્ચાઈઝીએ શુક્રવારે એક નિવેદન જારી કરીને કહ્યું- ઓલરાઉન્ડર ખેલાડી પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે કમાન સંભાળવા માટે તૈયાર છે. તે સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર અને સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માનું સ્થાન લેશે
 
ગુજરાતને પ્રથમ વખત ચેમ્પિયન બનાવ્યું
મુંબઈ ફ્રેન્ચાઈઝીએ રોહિત શર્મા બાદ કેપ્ટનશિપ માટે હાર્દિક પંડ્યા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પંડ્યાએ પહેલી જ સિઝનમાં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. ગુજરાતની ટીમ 2022ની સિઝનમાં ચેમ્પિયન અને 2023માં રનર્સઅપ બની હતી. પંડ્યાની વિદાય બાદ ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો છે.
 
મુંબઈનો 5મો રેગ્યુલાર કેપ્ટન હશે પંડ્યા 
હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો 5મો નિયમિત કેપ્ટન હશે. તેના પહેલા રોહિત શર્મા, રિકી પોન્ટિંગ, હરભજન સિંહ અને સચિન તેંડુલકર ટીમનું સુકાન સંભાળી ચૂક્યા છે.
 
IPLની બીજી સૌથી સફળ ટીમ
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની સૌથી સફળ ટીમોમાંથી એક છે. ટીમે અત્યાર સુધીમાં 5 ટાઇટલ જીત્યા છે. સૌથી વધુ આઈપીએલ ટાઈટલ જીતવાની બાબતમાં આ ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સની બરાબર છે, ચેન્નાઈએ પણ 5 ટાઈટલ જીત્યા છે. આ ઉપરાંત ચેન્નાઈની ટીમ 6 વખત રનર્સ અપ રહી છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ માત્ર એક જ વખત રનર્સઅપ રહી છે. તેથી CSK લીગની સૌથી સફળ ટીમ છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Liquor Stock- નવા વર્ષ માટે ઘરમાં કેટલો દારૂ રાખી શકાય? પહેલા અહીંના નિયમો જાણો