Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અતીક અહમદના માથામાં ગોળી મારી, એ પહેલા અને પછી શું થયું

અતીક અહમદના માથામાં ગોળી મારી, એ પહેલા અને પછી શું થયું
, રવિવાર, 16 એપ્રિલ 2023 (10:24 IST)
ઉત્તર પ્રદેશના પૂર્વ સાંસદ અતીક અહમદ અને તેમના ભાઈ અશરફની 15 એપ્રિલ, શનિવારે રાત્રે પ્રયાગરાજમાં ત્રણ લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. જે સમયે આ હત્યા થઈ, એ સમયે પોલીસ અતીક અહમદ અને તેમના ભાઈ અશરફને મેડિકલ ચેક-અપ માટે હૉસ્પિટલ લઈ જઈ રહી હતી.અતીક અહમદ અને અશરફ પૂર્વ ધારાસભ્ય રાજુ પાલની હત્યાના કેસમાં જેલમાં બંધ હતા.
 
રાજુ પાલ હત્યાના સાક્ષી ઉમેશ પાલની હત્યાના કેસમાં પૂછપરછ માટે તેઓને સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યા હતા. બે દિવસ પહેલાં (ગુરુવારે) જ અતીક અહમદના પુત્ર અસદ અહમદ અને તેમની સાથે હાજર તેમના મિત્ર ગુલામ મોહમ્મદને ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ઝાંસીમાં થયેલા એક કથિત ઍન્કાઉન્ટરમાં મારી નાખ્યા હતા. શનિવારની રાત્રે અતીક અહમદ અને તેમના ભાઈ અશરફની હત્યા સમયે કોણે શું જોયું, કહ્યું? તે પહેલાં અને પછી શું-શું થયું? તે અમે ક્રમવાર જણાવી રહ્યા છીએ.

હત્યા પહેલાં શું થયું?
જે સમયે અતીક અહમદ અને તેમના ભાઈ અશરફ પર હુમલો થયો હતો, તે સમયે પોલીસકર્મી તેઓને મેડિકલ ચેક-અપ માટે પ્રયાગરાજની મોતીલાલ નેહરુ ડિવિઝન હૉસ્પિટલ (કાલ્વિન હૉસ્પિટલ) માં અંદર લઈ જઈ રહ્યા હતા.
 
તેની થોડી જ ક્ષણો પહેલાં એક પોલીસ જીપ હૉસ્પિટલની બહાર આવીને ઊભી રહી. કેટલાક પોલીસકર્મી આગળથી ઊતરીને પાછળ આવ્યા, ત્યારે કેટલાક પાછળની સીટ પરથી બહાર આવ્યા.
 
જીપમાંથી પહેલાં અશરફને ઉતારવામાં આવે છે, ત્યારબાદ અતીક અહમદને એક પોલીસકર્મી ટેકો આપીને બહાર ઉતારે છે.
 
અશરફે કાળી ટીશર્ટ અને પૅન્ટ પહેર્યું હતું, જ્યારે અતીક અહમદ સફેદ કુર્તામાં હતા.
 
 
જીપમાંથી ઊતર્યાની 10 સેકન્ડમાં અતીક અને અશરફને મીડિયાકર્મીઓ ઘેરી લે છે.”
 
“બંને હૉસ્પિટલની સામેથી લગભગ 10-15 મીટરના અંતરે દેખાય છે. અહીં મીડિયાકર્મીઓ બંને ભાઈઓને પૂછી રહ્યા હતા કે, "શું તમે લોકો કંઈક કહેશો... કંઈક કહેવા માગશો?"
આ અંગે અશરફે સવાલ કર્યો કે, “શું કહીએ, શેના વિશે શું કહું?”
 
એક મીડિયાકર્મીએ પૂછ્યું કે, “આજે તમે અંતિમસંસ્કારમાં ગયા નથી, તો એ વિશે તમારું શું કહેવું છે?”
આ અંગે અતીક અહમદે કહ્યું કે, “ના લઈ ગયા, તો ના ગયા.”
ત્યારબાદ અશરફ બોલ્યા, “મુખ્ય વાત એ છે કે ગુડ્ડુ મુસ્લિમ...”
 
અશરફનું એટલું કહે છે ત્યાં કૅમેરામાં જોવા મળે છે કે એક પિસ્તોલ અતીક અહમદની કાનપટી પાસે આવી અને ગોળીબાર થયો.
 
ત્યારબાદ અતીક અહમદ અને તેમના ભાઈને નિશાન બનાવીને ગોળીબાર થયો અને બંને ભાઈ ત્યાં જ પડી ગયા.
 
મોતીલાલ નહેરુ હૉસ્પિટલ
ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.
 
અન્ય એક વીડિયોમાં જોવા મળે છે કે બંને ભાઈઓના હાથમાં હાથકડી લાગેલી છે અને તેઓ મીડિયાકર્મીઓ સાથે કૅમેરામાં વાત કરી રહ્યા છે.
 
જ્યારે તેઓ વાત કરી રહ્યા હોય છે, ત્યારે જ તેમની પર ગોળીબાર થાય છે અને આ વીડિયોમાં એક હુમલાખોર શર્ટ, વાદળી જીન્સ, સફેદ બૂટ પહેરીને અતીક અને અશરફ પર ગોળીબાર કરતા જોવા મળી રહ્યા છે.
 
સાથે એ પણ જોવા મળે છે કે બંને ભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યા છે.
 
વધુ એક વીડિયોમાં જોવા મળ્યું કે આ અફરાતફરી વચ્ચે એ લોકોએ સરેન્ડર કર્યું અને પોલીસકર્મીઓએ તેમને પકડી લીધા.
આ વીડિયોમાં અન્ય એક હુમલાખોર બંને હાથ ઉપર કરતા ચૅક્સ શર્ટ અને જીન્સ પહેરેલા જોવા મળે છે.
 
આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પણ શૅર કરવામાં આવી રહ્યા છે અને વાઇરલ થઈ રહ્યા છે.
આ ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળેથી તમામ પ્રકારના પુરાવા ભેગા કર્યા હતા. સાથે હુમલાખોરે જે પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો, તે પણ મળી આવી છે.
આ સાથે જે હુમલાખોરોએ અતીક અને અશરફ પર ગોળીબાર કર્યો હતો. તેમની પણ ધરપકડ કરવામાં આવી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Atique Ashraf Murder Case: અતીક-અશરફ હત્યા કેસમાં મોટો ખુલાસો! નોંધાયેલ એફઆઈઆર દ્વારા આ રહસ્ય બહાર આવ્યું છે