Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તેમના કર્મચારીને 26 અઠવાડિયાની લીવ આપશે જોમેટો, નહી કાપશે એક પણ પૈસા

તેમના કર્મચારીને 26 અઠવાડિયાની લીવ આપશે જોમેટો, નહી કાપશે એક પણ પૈસા
, મંગળવાર, 4 જૂન 2019 (12:34 IST)
ઑનલાઈન ફૂડ ઑડરિંગ અને ફૂડ ડિલિવરી પ્લેટફાર્મ જોમેટોએ પેરેંટ્સ બનવા વાળા તેમના કર્મચારીને 26 અઠવાડિયાન્ની પેડ રજા આપવાની જાહેરાત કરી છે. આ પગલા ન્યૂ પેરેંટલ પૉલિસી દ્વારા લીધુ છે. જોમેટોના સંસ્થાપક અને સીઈઓ દીપેંદ્ર ગોયલએ સોમવારે એક બ્લૉગ લખીને આ વાતની જાણકારી આપી.
 
પેરેંટસને 69,272 રૂપિયાની સહાયક રાશિ પણ 
તેને લખ્યું કે પરિવારની દેખરેખ માટે કર્મચારીને લચીલોપન આપવા અને સશક્ત કરવા માટે કંપની નવા પાલકને દરેક બાળક માટે 1000 ડોલર( આશરે  69,272) રૂપિયાની સહાયક રાશિ પણ આપશે જેથી તે તેમના નવા બાળકના આ દુનિયામાં સ્વાગત કરી શકે. 
 
જોમેટોના સંસ્થાપકએ લખ્યુ કે મને લાગે છે કે નવા બાળકનો આ દુનિયામાં સ્વાગત કરવાને લઈને મહિલા અને પુરૂષ માટે રજાઓની જુદી-જુદી વ્યવસ્થા ખૂબ સંતુલિત છે. 
 
પુરૂષોને પણ મળશે આ સુવિધા 
તેને કીધું કે સરકારના નિયમાનુસાર અમે દુનિયાભરમાં તેમના મહિલા કર્મચારીઓને 26 અઠવાડિયાનો પગાર માતૃત્વ અવકાશ આપી રહ્યા છે. અમે અમારા પુરૂષ કર્મચારીઓને પણ આ સુવિધા આપશે. તેને કહ્યું આટલું જ નહી આ યોજના નવા બાળકને જન્મ આપતા અભિભાવક સિવાય સરોગેસી, ગોદ લેનાર કે સમાન લિંગના જીનવસાથીના અભિભાવકને પણ મળશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ભાજપના ચાર ધારાસભ્યો છઠ્ઠી જૂને આપશે રાજીનામાં