Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સસ્તુ થયુ સોનુ - ઑલ ટાઈમ હાઈથી 10,700 રૂપિયા સસ્તુ થયુ સોનુ, જાણો શુ આ જ છે ખરીદીનો યોગ્ય સમય ?

સસ્તુ થયુ સોનુ - ઑલ ટાઈમ હાઈથી 10,700 રૂપિયા સસ્તુ થયુ સોનુ, જાણો શુ આ જ છે ખરીદીનો યોગ્ય સમય ?
, શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (14:58 IST)
છેલ્લા અનેક દિવસોથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ પોતાના ઓલ ટાઈમ હાઈથી લગભગ 10700 રૂપિયા નીચે આવી ચુક્યા છે. આવામાં જે લોકો ઓછા રેટ પર સોનાનુ રોકાણ્કરવા માંગે છે તેમને માટે આ એક તક હોઈ શકે છે. વર્તમાન સમય તેમને માટે ખૂબ મહત્વનો છે.  સોનુ છેલ્લા ઓલ ટાઈમ હાઈથી લગભગ 10700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થઈ ચુક્યુ છે.  વિશેષજ્ઞોનુ માનવુ છ એકે આગામી પાચ છ મહિનામાં સોનાના ભાવમાં વધારો નોંઘાય શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 7 ઓગસ્ટના રોજ સોનાના ભાવમાં રેકોર્ડ વધારો નોંધાયો હતો.  ત્યારે સોનાનો ભાવ 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. તો બીજી  બાજુ દિલ્હી શરાફા બજારમાં સોનાનો રેટ 57,008 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. ચાંદીમાં પણ વધારાની પ્રક્રિયા ચાલુ રહી. ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચાઈ 77,840 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો. 
 
 
આજે એટલે કે 26 જાન્યુઆરીએ એમસીએક્સ સોનુ એપ્રિલ વાયદા  (MCX Gold April Futures) 46,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યુ. જ્યારે કે તેનુ પાછલો કારોબારે સત્રમાં સોનુ 46,271 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયુ હતુ.  આ દરમિયાન એમસીએક્સમાં ચાંદીની કિમંત 70,000 રૂપિયા પ્રતિ 10 કિલોગ્રામ પર પહોંચી ગઈ. માર્ચ દિલેવરી માટે ચાદી  (Silver March Delivery) 69,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ. 
 
એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવાલી  વચ્ચે ઘરેલુ શરાફા માર્કેટમાં સોનાનો ભાવ ગુરુવારે રૂ .358 ઘટીને રૂ .45,959 થયો છે. કિંમતી ધાતુ બુધવારે 10 ગ્રામ દીઠ 46,313 રૂપિયા બંધ હતી. બીજી તરફ ચાંદીનો ભાવ રૂ .151 વધી રૂ. 69,159 થયો છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 69,008 હતો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bharat bandh Today - પેટ્રોલ-જીએસટીના ભાવના વિરોધમાં વેપારીઓ આજે બંધ રહ્યા હતા