ગુજરાત ભાજપનું સ્નેહમિલન: ધારાસભ્ય નીમાબેનનો જુથબંધી તરફ આંગળી ચીંધતો પત્ર
, ગુરુવાર, 7 નવેમ્બર 2019 (12:16 IST)
તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીઓમાં નબળા દેખાવ છતાં ગુજરાત ભાજપ દીવાળી નૂતન વર્ષનું સ્નેહમિલન યોજવાની પરંપરા જાળવી રાખશે. શુક્રવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રધાનો અને પક્ષના સંગઠનના હોદેદારોની હાજરીમાં 10000 કાર્યકરો પરસ્પર મુબારકબાદી માટે એકઠા થશે. વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણીમાં કિલનસ્વિપ કરવાની અપેક્ષાથી વિપરીત પક્ષ માંડ આબરુ જાળવી શકયો હતો. છ બેઠકોમાંથી તેને 3 મળી હતી. પક્ષને રાધનપુર, બાયડ અને થરાદમાં પીછેહઠ સહન કરવી પડી હતી. તેણે કોંગ્રેસના પાટલીબદલુ અલ્પેશ ઠાકોરને રાધનપુરથી અને તેના ગાઢ સાથી ધવલસિંહ ઝાલાને બાયડથી ઉભા રાખ્યા હતા, પણ બન્ને હારી જતાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. પેટાચૂંટણીના ખરાબ પરિણામોની અટકળ વહેતી થઈ હતી કે ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીને મોવડીમંડળ બહારનો દરવાજો દેખાડશે. પરંતુ પક્ષની નેતાગીરીના દાવા મુજબ ખરાબ પરિણામોને પક્ષની નબળાઈ ગણવા જોઈએ નહીં. અમદાવાદ પહેલાં સુરેન્દ્રનગર ભાજપ દ્વારા પણ બુધવારે કાર્યકરોનું સ્નેહમિલન યોજાયું હતું. દરમિયાન, ભુજના ધારાસભ્ય ડો. નીમા આચાર્યે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખેલો કહેવાતો પત્ર સોશ્યલ મીડીયામાં ફરી રહ્યો છે. પીમાં જૂથવાદ તરફ સીએમનું ધ્યાન દોરવા સામે તેમણે ભુજ શહેર ભાજપના હોદેદારોના નામ સૂચવ્યા છે. તેમણે પત્રમાં પક્ષની લાંબા સમયથી સેવા કરી રહેલા યોગ્ય કાર્યકરોને નીમવા માંગણી કરી છે.
આગળનો લેખ