મુંબઈમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેઓલા આત્મઘાતી હુમલાના પગલે વિશ્વના દેશોએ ભારતને મદદ કરવા તૈયારી બતાવી હતી. જેમાં અમેરિકા અને વિયેતનામનો સમાવેશ થાય છે.
પોરબંદરની ફિશીંગ બોટ કુબેરનું અપહરણ કરી પાકિસ્તાનની દરિયાઇ સરહદથી મુંબઇ સુધી આતંકવાદીઓ લઇ ગયા હતા. આ બોટની જીપીએસ સિસ્ટમ એટલે કે વાયરલેસ સિસ્ટમ બે દિવસથી બંધ હતી. આમ છતાં આ અંગે કોસ્ટ ગાર્ડે કોઇ જાતની તપાસ કરી ન હતી.
મુંબઈમાં આતંક્વાદીઓ દ્વારા ચાલી રહેલા હુમલાએ ગંભીર રૂપ ધારણ કર્યુ છે. દેશના ઇતિહાસમાં આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે. જેમાં 127 લોકોના મોત થયા છે. જ્યારે 14 પોલીસ જવાનો શહીદ થયા છે. જ્યારે 277 લોકોને ગંભીર ઈજા થઈ છે.
મુંબઇમાં આતંકીઓએ કરેલા હુમલામાં શિકાર બનેલ તાજ હેરિટેજ હોટલમાં સમારકામ અને સંરક્ષણ માટે ભારતીય રાષ્ટ્રીય કલા અને સાંસ્કૃતિક ધરોહર ટ્રસ્ટ ઇન્ટેક તૈયાર છે
નૌસેનાના જે મરીન કમાન્ડોએ મુંબઇ ઉપર હુમલો કરી આતંકવાદીઓના છક્કા છોડાવ્યા એમની ત્રાસવાદીઓમાં ભારે ધાક છે. જમ્મુ કાશ્મીરમાં આ દાઢીવાળી ફોજ તથા જળ મુર્ગી અને મગરમચ્છના નામથી ઓળખાય છે.
આતંકવાદીઓ દ્વારા મુંબઈના વિવિધ ઠેકાણે બુધવારે રાત્રે 10 વાગ્યાથી શરૂ કરાયેલા હુમલામાં ઘાયલ થેયેલા લોકોમાં 68 વર્ષના એક વરિષ્ઠ નાગરિકથી લઈને ચાર મહિનાના દૂધપીતા બાળકનો સમાવેશ થાય છે.
દેશની આર્થિક રાજધાનીમાં કરાયેલા સૌથી મોટા આતંકી હુમલામાં હજુ આતંકીઓ કાબુમાં આવતા નથી. 40 કલાક થવા છતાં તાજ હોટલમાં હજુ બચાવ અભિયાન ચાલુ છે. આજે સવારે એન.એસ.જીનો એક જવાન ઘાયલ થયો હતો. જ્યારે આ આતંકીઓ અહીં છેલ્લા બે મહિનાથી રહેતા હોવાનું અહીંના રહીશો ...
મુંબઈમાં બુધવારે કાળો કેર વર્તાવનાર આતંકવાદીઓ સમુદ્રનાં માર્ગે પ્રવેશ્યા હતાં. આ આતંકવાદીઓની સંખ્યા 20થી વધુ હોવાનો અંદાજ છે.પરંતુ આ આતંકવાદીઓ આટલા વિશ્વાસથી કઈ રીતે સમુદ્રીમાર્ગે આટલી મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી લાવી શક્યા?
નરીમન હાઉસમાં સેના દ્વારા છેલ્લુ ઓપરેશન ચાલી રહ્યુ છે. સેનાના જવાનો હેલિકોપ્ટર દ્વારા નરીમન હાઉસમાં પ્રવેશી ચૂક્યા છે. જોકે બે પરિવાર આંતકાદીઓના બંધનમાં છે, એટલે સેના દરેક પગલુ સાવચેતીથી ભરી રહી છે.
મુંબઈમાં ચાલી રહેલા આતંકી જંગમાં અત્યાર સુધી 101 લોકોના મોત થયા છે, જ્યારે તાજ હોટલમાં બંધી બનાવેલા 70-80 લોકોને આતંકીઓએ મોતને ઘાટ ઉતારી દીધા હોય તેવી વકી છે. આ ઘટનામાં અત્યાર સુધી 200 જેટલા લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.