નિર્માતા - હૈરી બાવેજાનિર્દેશક - વિક્રમ ભટ્ટસંગીત - પ્રીતમકલાકાર - જાયદ ખાન, ઉર્મિલા માતોંડકર, તનુશ્રી દત્તા, આફતાબ શિવદાસાની, સંજય સૂરી, અમૃતા અરોરા.આશીષ ચૌધરી વિક્રમ ભટ્ટ એવા નિર્દેશકોમાંથી છે જે હોલીવુડની ફિલ્મોમાંથી પ્રેરણા લઈને ફિલ્મ બનાવે છે. તેમની તાજેતરની નવી ફિલ્મ 'સ્પીડ'. 'સેલ્યુલર' માંથી પ્રેરિત છે. આમ તો ધણા લોકોને આ ફિલ્મ જોતા સમયે અબ્બાસ-મસ્તાનની 'બાદશાહ'ના છેલ્લા 45 મિનિટ યાદ આવી શકે છે. જેમાં શાહરૂખ ખાનને મંત્રી બનેલી રાખીની હત્યા કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. અબ્બાસ મસ્તાને આ દ્રશ્યને બહુ જ સરસ રીતે બતાવ્યુ છે. '
સ્પીડ'માં આફતાબ પ્રધાનમંત્રીની હત્યાની યોજના બનાવે છે. આ કામ માટે તે એમ.આય 5 એજંટ સંજય સૂરીને પસંદ કરે છે. તે તેમની પત્ની ઉર્મિલા અને બાળકોનું અપહરણ કરી તેને આ કામને કરવા માટે મજબૂર કરે છે.
આફતાબની ગિરફ્તમાં ઉર્મિલા એક તૂટ્યા-ફૂટ્યા ફોન દ્રારા પોતાના પતિને ફોન લગાવવાની કોશિશ કરે છે. ભૂલથી તે ફોન જાયદ ખાનને લાગી જાય છે. ઉર્મિલા તેને બધી હકીકત બતાવે છે. ઉર્મિલા ફોન કટ પણ નથી કરી શકતી કારણકે તેને આશા નથી કે તે ફોન પરથી ફરી કોઈને ફોન લગાવી શકાય છે.
જાયદ મોબાઈલના દ્રારા સતત તેના સંપર્કમાં રહે છે. તે ફક્ત ઉર્મિલા અને તેના બાળકોને જ નથી બચાવતો પણ તે આતંકવાદિયોના પંજામાંથી સંજય સૂરીને પણ છોડાવે છે. પ્રધાનમંત્રીનો જીવ પણ બચી જાય છે.
આ બધી ઘટના કેટલાક કલાકની છે જેને નિર્દેશક વિક્રમ ભટ્ટે બે કલાકમાં પતાવી છે. ફિલ્મની વાર્તા રોચક છે. પણ પટકથામાં ધણી ખામીયો છે. જે કારણે ફિલ્મનો પ્રભાવ ઓછો થઈ જાય છે. ફિલ્મ જોયા પછી ધણા સવાલો મનમાં આવી જાય છે. જેનો જવાબ આપવાની જરૂર નથી સમજવામાં આવી.
ઉર્મિલાને બચાવવા જાયદ ખાન કેમ એક જ વાર પોલીસ સ્ટેશને જાય છે ? ઉર્મિલા જાયદને પોતાના પતિનો મોબાઈલ નંબર કેમ નથી આપતી ? જ્યારે જાયદ ઉર્મિલાને બચાવી લે છે, ત્યાર પછી ઉર્મિલા પોતાના પતિ સાથે ફોન પર વાત કેમ નથી કરતી ?
લંડન જેવી જગ્યાએ આફતાબના કેમેરા દરેક જગ્યાએ લાગેલા છે. શુ આ શક્ય છે ? સંજય સૂરી પોલીસની મદદ કેમ નથી લેતો ? જાયદને જ્યારે પણ કારની જરૂર પડે છે તે તરત જ ચોરી લે છે. તેને દરેક કારમાં ચાવી ચાવી લગાવેલી મળે છે.
ઉર્મિલાને જે જગ્યાએ આફતાબ અપહરણ કરીને રાખે છે, ત્યાં મોટી-મોટી બારીઓ હોય છે. ઉર્મિલા તો પણ ભાગવાનો પ્રયત્ન નથી કરતી. જ્યારે જાયદ ખાન ઉર્મિલાને બચાવવા પહોંચે છે ત્યારે ત્યાં આફતાબની સહયોગી સોફિયા તેને મળે છે. આધુનિક તકનીકથી લૈસ સોફિયા તેને બંદૂકથી મારવાને બદલે મહાભારતના જમાનાના શસ્ત્રનો પ્રયોગ કરીને મારવાની કોશિશ કેમ કરે છે ?
પટકથા લખતી વખતે દરેક પક્ષ પર ઝીણવટભરી નજર નાખવી જોઈએ. જે નથી કરી. ફિલ્મની સૌથી મોટી વાત છે તેની લંબાઈ વધુ નથી રાખવામાં આવી. વિક્રમ ભટ્ટે ફિલ્મની ગતિ જાળવી રાખી છે, પણ જેટલી રસપ્રદ રીતે ફિલ્મ શરૂ થાય છે તેટલી જ અંત સુધી આવતા-આવતા ડોલી જાય છે. વિક્રમ પોતાના કલાકારો પાસેથી સારુ કામ નથી લઈ શકતા.
જાયદ ખાનને સારી ભૂમિકા મળી છે. પણ તે તેની જોડે ન્યાય નથી કરી શક્યા. ધણા દ્રશ્યો એવા છે જેમાં તેણે ઓવર એક્ટીંગ કરી છે. ખાસ કરીને તનુશ્રી દત્તા સાથેના દ્રશ્યોમાં. ઉર્મિલા માતોંડકરનો અભિનય પણ ફીકો લાગ્યો.તનુશ્રી દત્તાની ભૂમિકામાં દમ નથી. અશીષ ચૌધરી અને સંજય સૂરીનો અભિનય ઠીક છે. આશીષ અને અમૃતા અરોરાવાળો પ્રેમ પ્રસંગ ફિલ્મમાં હોત પણ નહી તો કોઈ ફેર ન પડતો. આફતાફ શિવદાસાની કોઈ પણ પ્રકારનો ડર ન ઉપજાવી શક્યા.
આ પ્રકારની ફિલ્મોમાં ગીતોની સીચ્યુએશન ઓછી જોવા મળે છે. છતાં કેટલાંક ગીતો મૂક્યા છે પણ તેમાં પણ દમ નથી. અમે પ્રવિણ ભટ્ટનું કેમરાવર્ક સારુ છે. ટૂંકમાં કહી શકાય કે 'સ્પીડ' એક એવી ફિલ્મ છે, જે ન પણ જોવાય તો કોઈ ફેર નથી પડતો.