ા
કલાકાર - અહસાસ ચાન્ના, કિરણ જંજાની, શીતલ શાહ, ઉપાસના સિંહ
બાળકોને ધ્યાનમાં રાખીને હવે ભારતમાં પણ ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે. 'હનુમાન' ની કામયાબી પછી કેટલીય ફિલ્મો બની રહી છે. તાજેતરમાંજ પ્રદર્શિત 'માય ફ્રેંડ ગણેશા' પણ નાના બાળકોને ધ્યાનમાં મૂકીને બનાવવામાં આવી છે. એનિમેશન અને જીવીત ચિત્રોને જોડીને આ ફિલ્મ પ્રસ્તુત કરવામાં આવી છે.
આ વાર્તા છે એક 8 વર્ષીય બાળક આશુની, જે પોતાના માઁ-બાપની વ્યસ્તતાને કારણે ઉપેક્ષિત અને એકલવાયું જીવન વ્યતિત કરે છે. એક દિવસ વરસાદ પડતો હોય છે, ત્યારે તે એક ઉંદરને ડૂબતા બચાવે છે. જ્યારે તે આ ઘટના ગંગુતાઈને બતાવે છે ત્યારે ગંગુતાઈ તેને કહે છે કે તેણે ઉંદરનો જીવ બચાવી ગણપતિને ખુશ કર્યા છે. ગંગુતાઈ તેને ગણપતિની વાર્તા સંભળાવે છે.
આશુ જ્યારે પૂછે છે કે શુ ગણપતિ તેમના મિત્ર બનશે. તો ગંગૂ તાઈ તેને હા, કહે છે જે સાંભળી આશુ ખૂબ ખુશ થાય છે. આશુના પરિવારનો ત્યારે ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હોય છે. ગણેશ ઉત્સવ દરમિયાન ઘરમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ગણેશજી અને આશુ મિત્ર બની જાય છે. અને ઘરની સમસ્યાઓ સુલજવા માંડે છે.
શરુઆતમાં ફિલ્મ ધીમી ચાલે છે, પણ જેવા એનિમેશનના રુપમાં ગણપતિ આવે છે કે ફિલ્મમાં રુચિ આવવાં માંડે છે. આશુ અને ગણપતિના વચ્ચેના દ્રશ્ય ખૂબ જ સુંદર છે. નિર્દેશન ક્યાંક સારુ છે તો ક્યાંક ખરાબ.
ફિલ્મની વાર્તાને વધુ સારી રીતે લખી શકાતી હતી. આશુની ફોઈના પ્રેમી દ્વ્રારા બ્લેકમેલ કરવાવાંળી ઘટનાથી ફિલ્મને બચાવી લેવી જોઈતી હતી. કારણકે આ ફિલ્મ ખાસ રીતે બાળકો માટે બનાવવામાં આવી છે. સંગીત પણ એવું નથી જેને બાળકો પસંદ કરે.
અહસાન ચાન્નાએ જોરદાર અભિનય કર્યો છે. કેમેરાની સામે તેનો આત્મવિશ્વાસ ગજબનો છે. બીજા કલાકારોએ પણ પોતાનું કામ ઠીક રીતે કર્યુ છે.
બાળકોને આ ફિલ્મ પસંદ આવી શકે છે. અને બાળકોની દ્રષ્ટિએ જો મોટેરાંઓ પણ આ ફિલ્મને જોવે તો તેમણે પણ આનંદ મળી શકે છે. આ ફિલ્મને વેકેશનમાં રજૂ કરવામાં આવી હોત તો સારું થાત.