માન ગયે મોગલ-એ-આઝમ એક બકવાસ નાટક
નિર્માતા : ચંપક જૈન, ગણેશ જૈન, રતન જૈન નિર્દેશક : સંજય છૈલ સંગીત : અનુ મલિક કલાકાર : રાહુલ બોસ, મલ્લિકા શેરાવત, પરેશ રાવલ, કે.કે. મેનન, પવન મલ્હોત્રા, જાકિર હુસૈન રેટિંગ : 1/5 ફિલ્મ શરૂ થાય છે અને દસ મિનિટમાં જ સમજાઈ જાય છે કે આગળ કેટલુ બોર થવુ પડશે. એક થર્ડ ક્લાસ નાટક કંપનીના થર્ડ ક્લાસ કલાકાર 'મોગલ-એ-આઝમ' નાટકનુ મંથન કરે છે. તેઓ જે માં આવે છે તે બોલે છે. હિન્દી,ઉર્દૂ,અંગ્રેજી સિવાય તેઓ પરસ્પર વાતચીત પણ કરી લે છે. જેને જોઈને સામે બેસેલા દર્શકો ખૂબ હંસે છે. સમય 1993નો છે, થોડાક જૂના ઈંડિયા ટુડે અને ફિલ્મફેયર ના મારફતે આ બતાવવામાં આવ્યુ છે. સેંટ લુઈસ નામના કે નાનકડા શહેરમાં આ નાટક રમવામાં આવી રહ્યુ છે. ફિલ્મમાં એક સંવાદ બતાવવામાં આવે છે કે - ઈસ છોટે સે શહરમે ગિનતી કે લોગ હૈ ઓર ગિનતી કે મકાન. પરંતુ આ નાટકના લગભગ 125 શો થાય છે. ગણતરીના લોકો હોવા છતા આવા ફાલતૂ નાટકના આટલા શો ? નિર્દેશકે દર્શકો બદલવાની મહેનત જ નથી કરી. મોટાભાગના દ્રશ્યોમાં એ જ ચહેરાઓ હાજર રહે છે. એક બોલે છેકે હુ રોજ અહી આવુ છુ, કારણ કે આ નાટક જોવામાં ઘણો આનંદ મળે છે. ધન્ય છે એ સેંટ લુઈસના લોકોને. રાહુલ બોસને રો ના એજંટ તરીકે બતાવવામાં આવ્યો છે. લાગે છે એક તેમને જ ખૂબ નવરાશ હતી. રોજ નાટક જોવા આવતા અને અનારકલી બનેલ મલ્લિકા શેરાવતને નિહાળતા. મલ્લિકાનું લગ્ન તેનાથી ઉમંરમાં મોટા એવા પરેશ રાવલ સાથે થયા છે. મલ્લિકા રાહુલને પણ ચાહે છે અને પરેશને પણ. રાહુલ જ્યારે ઈચ્છે ત્યારે મેકઅપ રૂમ, બેડરૂમ અને બાથરૂમમાં ધુસી જતા.
1993
નો સમય તેથી બતાવવામાં આવ્યો છે કે તે સમયે દેશમાં હિંસા ભડકાવવાનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ હતુ. રાહુલ બોસને આ વિશે જાણ થાય છે અને તે નાટક કંપનીની મદદથી દેશને બચાવે છે, પરંતુ બિચારા દર્શકો નથી બચી શકતા. દરેક પ્રકારના પાત્રો આ ફિલ્મમાં છે. કે.કે. મેનન રો એજંટ છે, સાથે ગઝલ ગાયક પણ છે. તેમના તાર આઈએસઆઈ અને અંડરવર્લ્ડ સાથે પણ જોડી દેવામાં આવ્યા. થિયેટરનો એક કલાકાર દાઉદ ઈબ્રાહીમ જેવો છે જેથી સમય આવતા તેને નકલી દાઉદ તરીકે કામમાં લઈ શકાય. નિર્દેશક સંજય છૈલે આ ફિલ્મને બનાવવાની પ્રેરણા 'જાને ભી દો યારો' ના ક્લાયમેક્સમાં રમાયેલ નાટક દ્વારા લીધી છે. તેમણે ફિલ્મને ખૂબ રબરની જેમ ખેંચ્યુ. અંડરવર્લ્ડ. લગ્નેતર સંબંધ, દેશ ભક્તિ, કોમેડી જેવી બધી વાતો તેમણે આ ફિલ્મમાં નાખી દીધી, પરંતુ આ બધુ મળીને ટ્રેજેડી બની ગઈ. અઢી કલાક સુધી પડદા પર નાટક ચાલે છે. ક્રમનો આ ફિલ્મમાં અભાવ છે અને કોઈ પણ સીન ક્યાંયથી પણ ટપકી પડે છે. '
મુગલ-એ-આઝમ'માં તેમણે જાણી જોઈને કલાકારોનો બેકાર અભિનય બતાવવા, ફાલતૂ અભિનય કરાવ્યો, પરંતુ નાટકની બહાર તેમની જોડે ફાલતૂં અભિનય કેમ કરાવ્યો તે સમજાતુ નથી. પરેશ રાવલ, કે.કે. મેનન, પવન મલ્હોત્રા, રાહુલ બોસ જેવા બધા કલાકારો ઓવરએક્ટિંગ કરતા રહ્યા. શુ ઓવરએક્ટિંગ જ કોમેડી છે ? આટલા સારા કલાકારોનો સારી રીતે ઉપયોગ નથી કરી શક્યા, આ વાત નિર્દેશકની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવે છે.
રાહુલ બોસ અને પરેશ રાવલે જુદા જુદા ગેટઅપ આપીને પોતાનો રોલ ભજવ્યો, પરંતુ આકર્ષિત ન કરી શક્યા. રાહુલ બોસનો અભિનય જોઈને એવુ લાગતુ હતુ કે જાણે કોઈ તેમના માથા પર બંદૂક તાણીને તેમની પાસેથી જબરજસ્તી અભિનય કરાવી રહ્યુ હોય. કે.કે મેનને બોર કર્યા. મલ્લિકાનુ ધ્યાન અભિનયમાં ઓછુ અને અંગપ્રદર્શન પર વધુ હતુ.
અનુ મલિકે પોતાની બધી જૂની અને સુર વગરની ધુનો નિર્માતાને થોકી પાડી. આશ્ચર્ય થાય છે એક ધુને એ સંગીત કંપની(વીનસ) એ ખરીદી, જે પોતાને સંગીતની સમજ હોવાનો દાવો કરે છે. ગીતોને ફિલ્માવવા પર ઘણા પૈસા ખર્ચ કરવામાં આવ્યા, પરંતુ એક પણ ગીત જોવા લાયક નથી. આ ગીતોને વાર્તા સાથે કોઈ લાગતું વળગતું નથી.
ફિલ્મની પ્રચાર લાઈનમાં લખ્યુ છે 'મિશન....મોહબ્બત..મૈંડનેસ' પરંતુ માત્ર છેલ્લા શબ્દો ધ્યાનમાં રહે છે.