મકબૂલ ખાનની 'લંકા' એ આધુનિક સમયની રામાયણ છે, જેમાં મનોજ બાજપાઈ, ટિયા બાજપાઈ અને અર્જન બાજવા આ ભારતીય મહાકાવ્યના વિવિધ પાત્રો ભજવે છે. 'લંકા'ની વાર્તા જસવંત સિસોદિયા (મનોજ)ની આસપાસ ફરે છે, જે બીજનોર શહેરનો સૌથી વધુ પ્રભાવશાળી અને વગદાર વ્યક્તિ છે. જસવંત બહુ જ કઠોર છે અને તેના ક્રોધથી કોઈ નથી બચી શકતું, તેની રખાત અંજુ પણ નહીં. જસવંતનો વિશ્વાસુ માણસ (અર્જન) અંજુ માટે એક આશાની કિરણ બનીને આવે છે. તે અંજુને પ્રેમ કરે છે અને પોતાના માનેલા મોટા ભાઈ જસવંતની સામે ઊભો રહે છે.
નબળી સ્ક્રિપ્ટ અને લાંબા સ્ક્રિનપ્લે વાળી 'લંકા' મનોજ બાજપાઈના અદ્દભુત અભિનય છતાં બહુ જ અનુમાનિત લાગે છે. મનોજ બાજપાઈએ જસવંત સિંહ સિસોદિયાના પાત્રમાં તદ્દન નવા જ પરિમાણો ઉમેરે છે- જે રીતે તે જુએ છે, જે રીતે તે બોલે અને જે રીતે તે પોતાનું આચરણ કરે છે. અંજુ એટલે કે ટિયા પોતાના પાત્રને ન્યાય કરે છે. દર્શકોને જસવંત સામેની તેની મજબૂરી સ્પષ્ટ રીતે અનુભવી શકે છે. અર્જન બાજવાએ પ્રયાસ ઘણો કર્યો છે પણ મનોજ બાજપાઈ કરતા આગળ નથી નીકળી શકતો. મુખ્ય કલાકારો સિવાય યશપાલ શર્મા, મનિષ ચૌધરી અને યતિન કર્યેકરે તેમના પાત્ર સારી રીતે નિભાવ્યા છે.
ફિલ્મનું નિર્દેશન સારું છે પણ સિનેમેટોગ્રાફી નબળી છે અને એડટિંગમાં સચોટતા નથી. ટૂંકમાં, 'લંકા'માં કંઈ ખાસ નવુ નથી. જો તમે મનોજ બાજપાઈના ચાહક હોવ તો જોવી ગમશે.