ફિલ્મ સમીક્ષા : તેરે નાલ લવ હો ગયા
બેનર : ટિપ્સ મ્યુઝિક ફિલ્મ્સ નિર્માતા : કુમાર એસ તૌરાની, સિદ્ધાર્થ, રોય કપૂર નિર્દેશક : મનદીપ કુમાર સંગીત - સચિન - જિગર કલાકાર - રિતેશ દેશમુખ, જેનેલિયા દેશમુખ, ઓમ પુરી, ટીનૂ. આનંદ, ચિત્રાશી રાવત, સ્મિતા જયકર. સેંસર સર્ટિફિકેટ, : યૂ/એ * 2 કલાક 12 મિનિટ *16 રીલરેટિંગ 3/5રોમાચંક અનુભવની શોધમાં એક યુવતી એક પ્રામાણિક રિક્ષા ડ્રાઈવરને બંદૂક દેખાડીને પોતાને કિડનેપ કરવા માટે કહે છે. ધીરે ધીરે તેમની વચ્ચે પ્રેમ થાય છે. બોલિવૂડ ફિલ્મોમાં ધનવાન સુંદર યુવતીઓ ઘરેથી ભાગી જતી હોય તેવી જ દેખાડવામાં આવતી હોય છે. આપણને બધાને ખબર છે. તેઓ કોઈ સામાન્ય છતાં પ્રામાણિક યુવકને મળે છે અને તેમના પ્રેમમાં પડે છે. તે વાત પણ આપણે સૌ જાણીએ છીએ. માટે જ્યારે મીની (જેનેલિયા ડિસોઝા)-રોમાંચની દિવાની ધનવાન યુવતી, ઓટોરિક્ષા ડ્રાઈવર વિરેન (રિતેશ દેશમુખ)ને પોતાને કિડનેપ કરી દેવા માટે કહે છે ત્યારે જ ખ્યાલ આવી જાય કે આગળની વાર્તા કઈ દિશામાં વધવાની છે. કિડનેપિંગ પછી મીની માટે શરૂ થાય છે તે રોમાંચક સફર જેની તેણે હંમેશા રાહ જોઈ હતી, જ્યારે ભલો-ભોળો વિરેને તેનો સાથીદાર બની જાય છે. બન્ને સાથે મળીને લોકોના ઘરમાં ઘૂસી જાય છે અને દારૂ પીવે છે. મીની પોતાના જ પિતાને ધમકીભર્યા ફોન કરીને ખંડણીના પૈસા પણ માંગે છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે મીનીને ખબર પડે છે કે વિરેન ઓટોરિક્ષા ડ્રાઈવર નથી.
સામાન્ય રીતે રોમેન્ટિક કોમેડી ફિલ્મોનો મુખ્ય આધાર વિનોદી સંવાદ અને હિરો-હિરોઈનની કેમિસ્ટ્રી પર હોય છે. અને 'તેરે નાલ લવ હો ગયા'માં અમુક ખરેખર રમૂજી સિકવન્સ અને વન-લાઈનર્સ છે. ડાયરેક્ટર મનદીપ કુમારે જાણીતા હરિયાણવી રમૂજને પડદાં પર ઉતારી છે. એક ખરેખર હાસ્યાસ્પદ દ્રશ્યમાં વિરેન એક વિદેશી પર્યટકને કહે છે કે, "સાયમન ગો બેક", તેણે આ વાત 1927માં ચાલેલા સાયમન વિરોધી આંદોલનના સંદર્ભમાં કહી હોય છે. પણ આશ્ચર્યમાં મૂકાયેલો વિદેશી પર્યટક કહે છે, "તેને કેવી રીતે ખબર પડી કે મારું નામ સાયમન છે?" લગ્ન પછી, 'તેરે નાલ લવ હો ગયા' રિતેશ-જેનેલિયાની આ પહેલી ફિલ્મ છે. તેઓ એક જોડી તરીકે સારા લાગે છે. આ ફિલ્મ જેનેલિયા માટે બેબોની 'જબ વી મેટ' જેવી બની શકે છે. પણ અમુક સમયે તે અતિશયોક્તિ કરે છે. અમુક સમયે તે પોતાની નિર્દોષતાને કારણે તે પોતાના પાત્ર કરતા વધુ બેવકૂફ બની જાય છે. તેની સામે, રિતેશ ઘણો નિયંત્રિત લાગતો હતો. '
તેરે નાલ લવ હો ગયા' એ એક એવી ફિલ્મ છે જે તમને 10 મિનીટ માટે ગમશે અને 10 મિનીટ માટે નહીં ગમે. આ સાયકલ લાંબો સમય સુધી ચાલે છે. અલબત્ત, ફિલ્મનો ક્લાઈમેક્સ ઘણો રસપ્રદ છે અને તેની પાછળનું કારણ છે ઓમ પૂરી. તેમનુ ભાષણ ફિલ્મને છેલ્લી જીવનશક્તિ આપે છે. ફિલ્મમાં 2012ના અમુક યાદગાર ગીતો છે. જ્યારે વાર્તાનુ વર્ણન પાછુ પડે છે ત્યારે સચિન-જીગરનું સંગીત બચાવ માટે આવી જાય છે. જેમ કે, 'પિયા ઓ રે પિયા', 'પી પા પી પા' અને 'મે વારી જાવા' આખું વર્ષ તમને યાદ રહે તેવા છે. ફિલ્મમાં વીણા મલિક પણ એક આઈટમ સોન્ગમાં જોવા મળશે. આ આઈટમમાં વચ્ચે ક્યાંક આવા શબ્દો આવે છે: છલકે છલકે રસ કા કુવા, કોઈ ભી પી જાયે...અને આ સમયે કેમેરાના ખાસ 'અંગો' પર ફોકસ કરે છે. આ આઈટમ સોન્ગ ન પણ હોત તોય 'તેરે નાલ લવ હો ગયા'ને એકવાર જોવા જઈ શકાય.