શિબાની બાઠીજા અને સંજય ગઢવીએ દર્શકોને મૂર્ખ સમજવાની ભૂલ કરી છે અને કેટલીક એવી ઘટનાઓ ફિલ્મના નાખી છે કે આશ્ચર્ય થાય છે વિક્રાંત પાસેથી કબીર હજારની નોટ ચોરી કરાવે છે. બધી સુરક્ષાની હદ પાર કરીને વિક્રાંત જે રીતે ચોરી કરે છે, તે કોઈ પણ દ્રષ્ટિએ શક્ય નથી. સૌથી મોટો પ્રશ્ન તો એ થાય છે કે કબીરે ક્યારે એ હજારની નોટ પર સંદેશ લખીને ત્યાં છુપાવી દીધો હતો. વિક્રાંત દ્વારા કબીર જેલમાંથી પોતાના મિત્રને છોડાવે છે. વિક્રાંતની પત્ની માનવધિકારની કાર્યકર્તા બનીને ખૂબ જ સરળતાથી જેલમાં ધૂસી જાય છે. કબીર ખૂબ જ સરળતાથી કેદી સુધી પહોંચી જાય છે. જેલમાં આગ લગાવી દે છે અને ખબર નહી ક્યાથી તેને ફાયર બ્રિગેડના કર્મચારીનો ડ્રેસ પણ મળી જાય છે, અને તે આગ ઓલવે છે. જો આટલી સરળતાથી કેદીઓને છોડાવવા સરળ હોત તો આજે મોટા ભાગના કેદી જેલની બહાર હોત. કબીર કેમ બદલો લે છે, એ વાતને લઈને ઘટનાક્રમ રચ્યો છે જે ખૂબ જ બકવાસ છે અને ફિલ્મ 'જિંદા'ની યાદ અપાવે છે. કબીર સાત વર્ષ જેલમાં કાઢે છે. ખબર નહી તેને આટલો સમય કેવી રીતે મળી જાય છે કે તે ભણી-ગણીને કોમ્પ્યૂટરનો માસ્ટર બની જાય છે.કિડનેપ થયા પછી સોનિયા દરેક દ્રશ્યમાં ડ્રેસ બદલે છે. કદાચ તેને માટે આ ડ્રેસીસ કબીર જ લાવ્યો હશે. તેના દરેક ડ્રેસ એટલા ટૂંકા હોય છે કે તે વ્યવસ્થિત રીતે પોતાનુ શરીર પણ નથી ઢાંકી શકતી. ફિલ્મમાં છેવટે સોનિયાને ભાગવાની તક મળીજાય છે, પરંતુ તે ઘાયલ કબીરના હોશમાં આવવાની રાહ જુએ છે. તે બંદૂક તેની એટલી નજીકથી ચલાવવાનો પ્રયત્ન કરે છે કે જેથી કબીર તેને પકડી સકે. ફિલ્મની શરૂઆત એક ગીતથી થાય છે જેનો ફિલ્મની વાર્તા સાથે કોઈ સંબંધ નથી. ફિલ્મના ક્લાયમેક્સમાં સંજય દત્ત, ઈમરાન ખાન પર ગોળી ચલાવે છે અને તે પડી જાય છે. તે કેવી રીતે બચે છે તે વિશે કશુ જ નથી બતાવ્યુ. સંજય દત્ત અને તેની પત્ની વચ્ચે છુટાછેડા કેમ થાય છે તેનુ કોઈ પાકું કારણ નથી બતાવ્યુ. ફિલ્મનો અંત ખૂબ જ ખરાબ છે.
સંજય ગઢવીની 'ધૂમ' અને 'ધૂમ 2' પણ સશક્ત ફિલ્મો નહોતી પણ ખબર નહી કદાચ થોડું નસીબ તો થોડીક સ્ટાર્સના આકર્ષણને કારણે તે ફિલ્મો ચાલી ગઈ. 'કિડનેપ'માં તેમની પોલ ખુલી ગઈ. આખી ફિલ્મ ખૂબ જ લાંબી અને ઉબાઉ છે.
સંજય દત્ત આખી ફિલ્મમાં અસહજ જોવા મળ્યા. ઈમરાન વધુ પડતા ટેંશનમાં જોવા મળ્યા. તેમણે સંવાદ બોલવા તરફ ધ્યાન આપવુ પડશે. મિનિષા લાંબાએ આખી ફિલ્મમાં અંગ પ્રદર્શન કર્યુ છે. રાહુલ દેવનુ ચરિત્ર તેમાં ઠુસ્યુ છે. વિદ્યા માલવદે, મિનિષાને મમ્મી કરતા તેની બહેન વધુ લાગે છે.
બધુ મળીને 'કિડનેપ' ફિલ્મને જોઈને લાગે છે કે દર્શકોને થોડાક કલાકો માટે કિડનેપ કરી લીધા છે.