જય સિંહ રાઠોર (ઈમરાન ખાન) ફક્ત નામના જ રાજપૂત છે. તેમની મિત્ર અદિતિ મહંત(જેનેલિયા) તેને ફટ્ટૂ કહીને બોલાવે છે. જયને છોડીને અદિતિ દરેક સાથે ઝગડો કરે છે. જય, અદિતિના ગ્રુપમાં જિગ્ગી, શાલીન, રોતલૂ અને બોમ્બસ છે. રોતલૂ મનને મનમાં અદિતિને પ્રેમ કરે છે અને બોમ્બસ જયને. બંનેનો સંબંધ ઘણો રસપ્રદ છે. બંને એકબીજાની પીડા જાણે છે એટલે તેઓ એકબીજાની નજીક છે. જય અને અદિતિ હંમેશા સાથે રહે છે, તેથી બધાને ભ્રમ થઈ જાય છે કે તેઓ એક બીજાને પ્રેમ કરે છે. જ્યારે જય અને અદિતિને આ વિશે અદિતિના માતા પિતા પૂછે છે તો એ આ વાતની ચોખ્ખી ના પાડે છે કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે. કેવી રીતે તેમને અનુભવ થાય છે કે તેઓ એક બીજાને પસંદ કરે છે, તે આ ફિલ્મનો સાર છે. અબ્બાસને આ ફિલ્મ આધુનિક યુવા દર્શકોને ધ્યાનમાં મૂકીને બનાવી છે અને નિ:સંદેહ આ વર્ગ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરશે. અબ્બાસની વાર્તા કહેવાની રીત અનોખી છે. ફિલ્મનો પહેલો કલાક ઘણો જ મનોરંજક છે. તેમા આજની યુવા પેઢીનું તેમને હૂબહુ ચિત્રણ કર્યુ છે. આ ભાગ ઘણો જ યુથફૂલ અને ઉર્જાથી ભરપૂર છે. ફિલ્મ નબળી પડે છે બીજા કલાકમાં. દર્શકો ઈચ્છે છે કે જય અને અદિતિ સાથે રહે, પરંતુ તેમને દૂર દૂર બતાવ્યા છે અને આ અંતરને ઘણુ ખેંચ્યૂ છે. તેમના અલગ પડવાથી તે દુ:ખ નથી થતુ જે થવુ જોઈએ. આ ભાગમાં ગીતો પણ ઓછા છે કારણકે બધા ગીતો પહેલા એક કલાકમાં જ પડદાં પર રજૂ કરી દીધા છે. ફિલ્મનો અંત ઘણો જ ફિલ્મી છે, તેમ છતાં સારો છે. ફિલ્મના ઘણા સંબંધો ખૂબ જ સરસ રીતે બતાવ્યા છે. જય અને તેની મમ્મીની વચ્ચેનો સંબંધ , અદિતિ અને તેના ભાઈ અમિતનો સંબંધ, રોતલૂ અને બોમ્બસનો સંબંધ. નસુરુદ્દીન શાહ અને રત્ના શાહની વાતચીત શ્રેષ્ઠ છે. અરબાજ ખાન અને સોહેલ ખાનના નિર્દેશકનો પણ યોગ્ય પ્રયોગ કરવામાં આવ્યો છે.
કાસ્ટીંગ ડાયરેક્ટર પાંખીએ ઉત્તમ કલાકારોની પસંદગી કરી છે. ફિલ્મના બધા કલાકારોએ ઓછામાં ઓછો
મેકઅપમાં રજૂ કરી છે. તેનાથી તેઓ આપણા જેવા જ લાગે છે. જયંત કૃપલાણી, કિટ્ટૂ ગિડવાણી, અનુરાધા પટેલ જેવા ભૂલી ગયેલા ચહેરા પણ આ ફિલ્મમાં જોવા મળ્યા છે.
ઈમરાન ખાનના વ્યક્તિત્વ પર આ ભૂમિકા બિલકુલ ફિટ બેસી છે. તેમની પાસે ન તો રફટફ લુક છે, કે ન તો મસલ્સ, પરંતુ પોતાના અભિનયથી તેમણે બાંધીને રાખ્યા છે. આ જોવુ રસપ્રદ રહેશે કે આવનારી ફિલ્મોમાં તેઓ બીજા પ્રકારની ભૂમિકાઓમાં ફીટ બેસે છે કે નહી.
જેનેલિયાનુ ભવિષ્ય ઉજ્જવળ છે. સામાન્ય દેખાવ ધરાવતી જેનેલિયાની આંખો ઘણુ અને હાસ્ય ઘણું બધુ કહી જાય છે. તેમની અભિનય ક્ષમતાને જોતા નિર્દેશકે તેમને ઘણા દ્રશ્યો એવા આપ્યા છે જ્યાં તેમણે સંવાદો વગર અભિનય કરવાનો હતો.
એ.આર.રહેમાનનુ યોગદાન પણ આ ફિલ્મમાં મુખ્ય છે. તેમના દ્વારા સંગીતબધ્ધ કરવામાં આવેલા બધા ગીતો હિટ છે અને લાંબા સમય સુધી ડાંસ પાર્ટીઓમાં ધૂમ મચાવશે. તકનીકી રૂપે ફિલ્મ મજબૂત છે.
ટૂંકમાં 'જાને તૂ...યા જાને ના'ને પસંદ કરનારાઓની સંખ્યા વધુ રહેશે.