Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કિસસે પ્યાર કરુ : પ્રેમને લાયક નથી

કિસસે પ્યાર કરુ : પ્રેમને લાયક નથી
IFM
બેનર - કે સેરા સેરા
નિર્દેશક - અજય ચંડોક
સંગીત - ડબ્બૂ મલિક
કલાકાર - અરશદ વારસી, ઉદિતા ગોસ્વામી, આશીષ વિદ્યાર્થી, આરતી છાબરિયા, શ્વેતા મેનન, આશીષ વિદ્યાર્થી.

જાણવા મળ્યુ છે કે 'કિસસે પ્યાર કરુ'ના નાયક અરશદ વારસીએ આ ફિલ્મનુ પ્રમોશન કરવાની ના પાડી દીધી. કેમ ? કારણ કે ફિલ્મ સારી બની નથી. અરશદે આવુ કરીને યોગ્ય કર્યુ કે નહી એ વાત જુદી છે, પરંતુ જો ફિલ્મમાં અભિનય કરનારા હીરોને જ આ ફિલ્મમાં મન ન લાગ્યુ હોય તો પછી દર્શકો એને કેવી રીતે ત્રણ કલાક સહન કરી શકે ?

આ ફિલ્મમાં દરેક વસ્તુ સસ્તી છે. સસ્તા નિર્દેશક, સસ્તો હીરો, સસ્તી હીરોઈન, સસ્તા તકનીશિયન. સસ્તા લોકોનુ કામ પણ સસ્તુ છે. કહેવા ખાતર આ કોમેડી ફિલ્મ છે પરંતુ જો એને જોતી વખતે બે-ત્રણ જગ્યાએ તમને હસુ પણ આવી જાય તો આ ફિલ્મની સફળતા માનવી જોઈએ.

હાસ્યના નામે ઓવરએક્ટિંગ કરવામાં આવી છે. અટકી-અટકીને સંવાદો બોલવામાં આવ્યા છે. ભાત-ભાતના ચહેરા બનાવ્યા છે. અભિનયમાં લોકોને હસાવવુ ખૂબ જ મુશ્કેલ મનાય છે, અને હસાવવુ એ દરેકના ગજાની વાત નથી. આશીષ ચૌધરી, યશ ટોક અને આરતી છાબરિયા જેવા કલાકાર કેવી રીતે કોઈને હસાવી શકે છે, જે અભિનયના નામ પર સારી રીતે રડી પણ નથી શકતા.

સિદ(અરશદ વારસી), જોન(આશીષ ચૌધરી) અને અમિત(યશ ટોક) ખૂબ જ સારા મિત્રો છે. નતાશા (આરતી છાબરિયા)ને જોન ખૂબ જ ચાહે છે, પરંતુ એ પ્રેમનો ઈકરાર નથી કરી શ્કતો. નતાશા એક દિવસ ક્યાંક જતી રહે છે અને જોન ઉદાસ થઈ જાય છે.

તેના મિત્રો આ આ ઉદાસી જોઈ નથી શકતા. તેઓ શીતલ (ઉદીતા ગોસ્વામી)ન જોનની નજીક લાવે છે, પરંતુ તેમની બાજી પલટાઈ જાય છે, જ્યારે શીતલ જોન અને તેના મિત્રો વચ્ચે દરાર નાખી દે છે. તેની નજર જોનની સંપત્તિ પર હોય છે. કેવી રીતે જોનના મિત્રો જોનને શીતલના ચંગુલમાંથી છોડાવે છે એ આ ફિલ્મનો સાર છે.

webdunia
IFM
વાર્તાના નામ પર કંઈજ નથી. હસાવવાના નામે કેટલાક દ્રશ્યોને જોડી દીધા છે અને થઈ ગઈ ફિલ્મ તૈયાર. દર્શકોને હસાવવા માટે લોજિકને પણ કિનારે મૂકી દીધુ છે, પરંતુ છતા તેઓ સફળ નથી થયા. વચ્ચે કેટલાક ગીતો અને એક્શન દ્રશ્યોને પણ ઘૂસાવી દીધા છે.

યૂનુસ સેજવાને લેખનનુ કામ એ રીતે કર્યુ છે કે જાણે તેઓ પચ્ચીસ વર્ષ જૂના દર્શકોને માટે ફિલ્મ લખી રહ્યા હોય. નિર્દેશક અજય ચંડોકે કલાકારોને સંપૂર્ણ છૂટ આપી દીધી છે અને જેને જેવો અભિનય કર્યો એવો જ વનટેકમાં ઓકે કરી દીધો. અભિનયમાં અરશદ વારસી અને શ્વેતા મેનન જ ઠીક છે.

બધુ મળીને 'કિસ સે પ્યાર કરુ' એ જોવા લાયક નથી.

Share this Story:

Follow Webdunia gujarati