નિહાલ ભવિષ્યને વર્તમાનમાં જોઈને મિશાનો જીવ એક વખત બચાવે છે જેના લીધે મિશા તેને પ્રેમ કરવા લાગે છે, પરંતુ તેની શક્તિ વિશે આખી દુનિયાને ખબર પડી જાય છે. અમુક લોકો તેની શક્તિનો ખોટો ઉપયોગ કરવા માંગે છે અને નિહાલ પર ઘણી મુશ્કેલીઓ આવી પડે છે. તે તેમની સામે લડીને અંતે જીતે છે. હીરોની શક્તિ વિશે સ્પષ્ટ નથી કરવામાં આવ્યું. ભવિષ્ય જોનાર પોતાની કોલેજની ઓફીસનું સરનામું પુછતો જોવા મળે છે. મુંબઈ આવવાને લીધે આખી દુનિયા તેના આ વિશેષ ગુણ વિશે જાણી લે છે. શું જવાન થતા સુધી તેણે કોઈનો પણ જીવ નહોતો બચાવ્યો કે કોઈ પણ એવું કાર્ય નહોતું કર્યું જેના લીધે બધાને ખબર પડે કે આ વિશેષ છે. ફિલ્મનો ખલનાયક ભય ફેલાવનારાઓની મદદ કરે છે, પરંતુ તેની પાછળ તેની પાસે નબળુ કારણ છે. આનાથી તેની પ્રત્યે નફરત નથી થતી. ફિલ્મની વાર્તા ઠીક ઠીક છે, પરંતુ જે વાત ફિલ્મને જોવાલાયક બનાવી છે તે છે તેનુ પ્રસ્તુતિકરણ. નિર્દેશક વિવેક શર્માએ ફિલ્મને હળવા અંદાજમાં તાજગી સાથે પ્રસ્તુત કરી છે, જેનાથી ફિલ્મ જોવામાં કંઈ બોરિંગ નથી લાગતું અને મનોરંજન થતુ રહે છે. સંગીતકાર સાજીદ-વાજીદનો પણ આમાં ઘણો મહત્વનો ભાગ છે. તેમના દ્વારા બનાવવામાં આવેલ બધા જ ગીત સારા છે. આ ગીતોનું ફિલ્માંકન ખુબ જ સુંદર લોકેશન પર કરવામાં આવ્યું છે.
જૈકી ભગનાનીનો ચહેરો એક સામાન્ય માણસ જેવો જ છે. અભિનય સિવાય તેની પાસે માર-ઝુડ, ડાંસ અને સ્ટંટ પણ કરાવડાવ્યા છે જેથી કરીને તે એક પરફેક્ટ હીરો લાગે. જૈકીનો અભિનય ઠીક છે કેમકે આ તેમના ઘરની ફિલ્મ છે અને સારા શોટ માટે તેમની પર કેટલાયે શોટ ફિલ્માવવામાં આવ્યાં હશે. અન્ય ફિલ્મોમાં તેમનો અભિનય કેવો રહે છે તે જોવાની વાત રહેશે.
વૈશાલી દેસાઈ સુંદર અને અભિનય બંને બાજુએ સામાન્ય છે. ઋષિ કપૂર, અર્ચના પૂરનસિંહ, રિતેશ દેશમુખે પોત-પોતાના પાત્રો સારી રીતે ભજવ્યાં છે. નાના નાના રોલ માટે પણ રાજપાલ યાદવ દર્શકોને હસાવવામાં સફળ થાય છે.