Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અજંતાની બુલબુલ સાથે નાચી લો

અજંતાની બુલબુલ સાથે નાચી લો

સમય તામ્રકર

P.R
નિર્માતા - આદિત્ય ચોપડા
નિર્દેશક - અનિલ મહેતા
સંગીત- સલીમ-સુલેમાન
કલાકાર - માધુરી દીક્ષિત, કોંકણા સેન, કુણાલ કપૂર, રધુબીર યાદવ, અક્ષય ખન્ના, દિવ્યા દત્તા, વિનય પાઠક, રણવીર શોરી, અખિલેન્દ્ર મિશ્રા, જુગલ હંસરાજ.

યશરાજ ફિલ્મસની 'આજા નચ લે' એક ફીલ ગુડ ફિલ્મ છે. જેના બધા કલાકારોને છેવટે ખુશી મળે છે. ખરાબ ચરિત્રોવાળાનું હૃદય પરિવર્તન થઈ જાય છે. અને સારા લોકોના સંઘર્ષનુ સુખદ પરિણામ. નવેમ્બર 2007ની આ બીજી ફિલ્મ છે જેમાં ઓપેરા શૈલીને મહત્વ આપવામાં આવ્યુ છે. આ પહેલા દર્શકોએ દીવાળી પર સંજય લીલા ભંસાલીની 'સાઁવરિયા' જોઈ ચૂક્યા છે.

ફિલ્મની વાર્તા ન્યૂયોર્કની મોર્ડન કોરિયોગ્રાફર દીયાના અંગ્રેજી સ્ટાઈલના ડાંસથી શરૂ થઈને ભારતના શામલી નામના એક
નાના શહેરના આંગણે આવીને પહોંચે છે, જ્યાં દીયાના ગુરૂ પોતાના છેલ્લા શ્વાસ લઈને અજંતા થિયેટરને જીવિત રાખવાની અપીલ કરે છે. દીયાને તેમનું સપનું પૂરૂ કરવાનું છે, પણ તેનો રસ્તો સરળ નથી.

તેનો સામનો સ્થાનીય સાંસદ અને બિલ્ડર સાથે છે. તે સિવાય દીયાના વિરુધ્ધ આખું શામલી પણ છે, કારણ કે અગિયાર વર્ષ પહેલા તે આ જ જગ્યાએથી પોતાના લગ્ન પહેલા એક અંગ્રેજ સાથે ભાગી ગઈ હતી. શામલીના રહેવાસીયોની નજરમાં દીયાનું ચરિત્ર સારૂ નથી. દીયા પાછી આવીને અજંતા થિયેટરની પુર્નજીવીત કરે છે અને સ્થાનીય લોકોની મદદથી લડાઈ જીતે છે.

ફિલ્મની શરૂઆત થોડી નબળી છે. કારણકે ગતિને ખૂબ ઝડપી રાખવામાં આવી છે. અને તેનાથી વાર્તા સેટ નથી થઈ શકતી. દીયા ન્યૂયોર્કથી પાછી ફરે છે અને તરત જ લડાઈ શરૂ કરી દે છે. તે જેવું ઈચ્છે છે બધુ તે મુજબ જ થાય છે. તેની પાસે પૈસો ક્યાથી આવે છે ? આ વાત ખૂંચે છે, પણ પછી ધીરે-ધીરે ફિલ્મ પોતાની પકડ બનાવી લે છે. ઉણપો હોવા છતાં ફિલ્મ પોતાની રોચકતા સાચવી રાખે છે. અને દર્શક ફિલ્મ સાથે બંધાયેલો રહે છે.

webdunia
P.R
ફિલ્મમા આજની રાજનીતિને વ્યાપાર સાથે જોડીને રજૂ કર્યો છે. જ્યાં શોપિગ-મોલની સંસ્કૃતિ ગામડાઓની કલા-સંસ્કૃતિને પચાવીને ઉપભોક્તા અને બજારવાદને પ્રોત્સાહન આપી રહી છે. ફિલ્મ નારી પ્રધાન છે. પણ નારીના મહત્વના વખાણ ફાલતુ સંવાદો કે દ્રશ્યો દ્વારા નથી બતાવ્યા. એક છૂટાછેડા લીધેલી મહિલા પોતાના દમ પર સંધર્ષ કરે છે, અને જીતે છે.
એ જ ફિલ્મની હીરો છે, તેથી પુરૂષ નાયકની ઉણપ નથી લાગતી.

અજંતા થિયેટરને બચાવવા માતે દીયા એક નૃત્ય નાટિકા 'લૈલા મજનૂ' તૈયાર કરે છે. આ નાટિકા ફિલ્મનુ સૌથી મોટુ આકર્ષણ છે. વીસ મિનિટની આ નાટિકા ખૂબ જ સુંદર રીતે લખાયુ છે. અને દર્શકો આને જોઈને તેમાં જ ખોવાઈ જાય છે. આમાં લૈલા-મજનૂના પ્રેમની દિવાનગી ઉભરાઈને સામે આવે છે.

સિનેમાટોગ્રાફર થી નિર્દેશક બનેલા અનિલ મહેતાએ ફિલ્મને ફીલ ગુડ અને મસ્તીથી ભરેલી રજૂ કરી છે. ભલે આ અનિલના નિર્દેશકના રૂપમાં પહેલી ફિલ્મ હોય પણ તેમાં કામની પરિપક્વતાની ઝલક છે.

ફિલ્મની પટકથા અને સંવાદ જયદીપ સાહનીએ લખ્યા છે. જયદીપના પાછલા કામને જોતા પટકથા થોડી નબળી લાગી છે. પણ તેમના સંવાદો પસંદગીના અને તાજગી ભર્યા છે. ઉદાહરણ તરીકે 'કલા કો શહર કી જરૂરત નહી હોતી, લેકિન શહરકો કલાકી જરૂરત હોતી હૈ' , 'આધી મંજિલ તો તય કર લી હૈ, બચી આધી તો મૈ નીંદ મે ભી તય કર સકતી હું, ' ચાઁદ જેસે ચહેરે પર બાલો કી લટ મેગી નૂડલ્સ જેસી લટકા રખી હૈ'.

webdunia
P.R
ફિલ્મના ગીત અને નૃત્ય સંયોજનમાં વૈભવી મર્ચંટે કમાલ કરી બતાવ્યો છે. અને પોતાની કુશળતાની છાપ છોડી છે. ફિલ્મના ગીતોમાં સરસ શબ્દોની પસંદગી કરી ગયા છે. 'આજા નચ લે'. 'ઈશ્ક હુઆ', 'ઓ રે પિયા' અને 'કોઈ પત્થર સે ના મારે ' સારા ગીતો છે. સલીમ-સુલેમાનનું સંગીત ફિલ્મના મૂડને સૂટ થાય છે.

માધુરીનો 'દેવદાસ' પછીનો કમબેક સંતોષદાયક છે. આ ફિલ્મમાં તેમનું ચરિત્ર તેમની ઉમંરને મેળ ખાય છે. આખી ફિલ્મનો ભાર માધુરીએ પોતાના ખભા પર ખૂબ સુંદર રીતે ઉઠાવ્યો છે. વયની થોડી અસર તેમની સુંદરતા પર પડી છે. પણ માધુરીનો જાદુ અને તેમનો સ્ક્રીન પ્રજેસ ખૂબ જ બનેલો છે. કોંકણા સેન, રધુવીર યાદવ, કુણાલ કપૂર, અખિલેન્દ્ર મિશ્રા, રણવીર શોરી, ઈરફાન ખાન, દર્શન જરીવાલા, સારા કલાકાર છે. નાનકડી ભૂમિકામાં અક્ષય કુમાર પણ સારા લાગ્યા.

થોડી કમીયોને છોડીને ફિલ્મ સારી લાગે છે, એક વાર જરૂર જોવા જેવી છે.

Share this Story:

Follow Webdunia gujarati